અમદાવાદ: સાયબરક્રાઇમ બ્રાંન્ચે ગત 7 મહિનામાં 14 કોલ સેન્ટરો પર પાડ્યા દરોડા

ભારતની રાજધાની દિલ્હીમાં લોકોને છેતરવાના કોલ સેન્ટર ધમધમી રહયા છે. સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન શરૂ થયા બાદ 14 કોલસેન્ટર અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પડયા છે.  છેલ્લા સાત મહિનામાં સાયબર ક્રાઇમ બ્રાંચે 14 કોલ સેન્ટર ઝડપી પડયા છે. 
 

અમદાવાદ: સાયબરક્રાઇમ બ્રાંન્ચે ગત 7 મહિનામાં 14 કોલ સેન્ટરો પર પાડ્યા દરોડા

ઉદય રંજન/અમદાવાદ: ભારતની રાજધાની દિલ્હીમાં લોકોને છેતરવાના કોલ સેન્ટર ધમધમી રહયા છે. સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન શરૂ થયા બાદ 14 કોલસેન્ટર અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પડયા છે.  છેલ્લા સાત મહિનામાં સાયબર ક્રાઇમ બ્રાંચે 14 કોલ સેન્ટર ઝડપી પડયા છે. 

પહેલા એક સમય હતો કે, શહેર પોલીસ સાયબર ક્રાઇમના ગુનાની ફરિયાદ ન નોંધતી હતી. ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશન થયા બાદ દિવસેને દિવસે સાયબર ક્રાઇમ બ્રાંચના ડિટેક્શન સામે આવા લાગ્યા છે. ત્યારે સૌથી વધુ આરોપીઓ દિલ્હીથી પોલીસે ઝડપી પાડ્યા છે.

ઉડતા અમદાવાદ: સાણંદ સરખેજ હાઇવે પરથી પોલીસે ઝડપ્યો 20 કિલો ગાંજો

સાયબર ક્રાઇમ બ્રાંચ માટે ડીટેક્શન સમયે ઘણા પડકારનો સામાનનો કરવો પડતો હોય છે. જેમાં પહેલા તો આરોપીઓ ટેકનીલ બાબતેને લઇને વધુ જાણકાર હોય છે. ત્યારે પોલીસ પાસે અધૂરા સાધનો સાથે આરોપીઓને ઝડપવાના હોય છે. આરોપીઓ દિલ્લીમાં અલગ અલગ વિસ્તાર અને આંતરિયાળ બિલ્ડીંગમાં પોતાનું કોલસેન્ટર ચલાવતા હોય છે.

પોલીસને અહીંયાથી દિલ્લી જવા અને આરોપીને લઇને પરત આવામાં વાહનની સગવડ પૂરતી નથી હોતી આમ સાયબરની એક ટિમ એક મહિના સુધી મહેનત કરે ત્યારે એક કોલ સેન્ટરનું ડિટેક્શન લાવી શકે છે. ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચે આટ આટલા કોલસેન્ટર ઝડપી પડયા તેમ છતાં લોકમાં તેની જાગૃતિ ખુબ જ ઓછી આવી રહી છે. અને દિવસને દિવસે લોકો લાલચમાં આવીને છેતરાય રહયા છે. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news