AHMEDABAD: રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યૂ, કોઇને રથ નજીક નહી જવા દેવાય, પોળો ગલીઓમાં બેરિકેડિંગ

રથયાત્રા યોજવાને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. ત્યારે રથયાત્રાના પોલીસ બંદોબસ્ત સહિત સમગ્ર શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા અને કાયદો અને વ્યવસ્થા અંગે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ, પોલીસ બંદોબસ્ત, બેરિકેડિંગ અને કોરોના ગાઇડલાઇન સહિતની તમામ વિગતો આપી હતી. રથની નજીક કોઇને જવા નહી દેવાય, સમગ્ર રૂટ પર કર્ફ્યૂનું ચુસ્ત પાલન કરાવાશે. પોળો અને નાની ગલીઓમાં બેરિકેડિંગ કરાશે. 
AHMEDABAD: રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યૂ, કોઇને રથ નજીક નહી જવા દેવાય, પોળો ગલીઓમાં બેરિકેડિંગ

અમદાવાદ : રથયાત્રા યોજવાને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. ત્યારે રથયાત્રાના પોલીસ બંદોબસ્ત સહિત સમગ્ર શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા અને કાયદો અને વ્યવસ્થા અંગે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ, પોલીસ બંદોબસ્ત, બેરિકેડિંગ અને કોરોના ગાઇડલાઇન સહિતની તમામ વિગતો આપી હતી. રથની નજીક કોઇને જવા નહી દેવાય, સમગ્ર રૂટ પર કર્ફ્યૂનું ચુસ્ત પાલન કરાવાશે. પોળો અને નાની ગલીઓમાં બેરિકેડિંગ કરાશે. 

પોલીસ કમિશ્નરના અનુસાર, હાલમાં નાઇટ કર્ફ્યૂ ચાલુ છે. બપોરે 14 જુલાઇ સુધી યથાવત્ત રહેશે. 12 વાગ્યા સુધીની પરમિશન અપાશે. 20 ખલાસીઓ સાથે ત્રણ રથ હશે. સમગ્ર રૂટ પર કર્ફ્યૂ રહેશે. 8 પોલીસ સ્ટેશનમાં રથયાત્રાના દિવસે કર્ફ્યૂ રહેશે. કોઇ રોડ પર ન નિકળે તે માટે સમગ્ર રૂટ પર બેરિકેડિંગ કરાશે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. 

20-20 ખલાસીઓ એક જ રથમાં હશે. જેટલા પોલીસ સ્ટેશનમાં કર્ફ્યૂ રહેશે. લોકોને તેમણે અપીલ કરી છે કે, ટીવી અને અન્ય માધ્યમ દાવારા કર્ફ્યૂનું પાલન કરાવાશે. લોકોને બહાર નહી નિકળવા માટે અપીલ કરવામાં આવી હતી. રથયાત્રા પુર્ણ થયે તત્કાલ કર્ફ્યૂ ઉઠાવી લેવાશે. સ્થાનિક લોકોને પણ સપોર્ટ કરવા માટે અપીલ કરવામાં આવે છે. ગાયકવાડ હવેલી, શહેર કોટડા, કારંજ, કાલુપુર, માધુપુરા, દરિયાપુર, ખાડિયા, શાહપુર પોલીસ મથકમાં કર્ફ્યૂની અમલવારી કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news