SL vs IND: ખતરામાં પડી શકે છે ભારત-શ્રીલંકા સિરીઝ, બેટિંગ કોચ ફ્લાવર કોરોનાથી સંક્રમિત

ભારત અને શ્રીલંકા વચ્ચે 13 જુલાઈથી વનડે સિરીઝનો પ્રારંભ થવાનો છે. પરંતુ આ પહેલા શ્રીલંકાના બેટિંગ કોચ કોરોનાથી સંક્રમિત થયા છે. 

SL vs IND: ખતરામાં પડી શકે છે ભારત-શ્રીલંકા સિરીઝ, બેટિંગ કોચ ફ્લાવર કોરોનાથી સંક્રમિત

કોલંબોઃ ભારત વિરુદ્ધ વનડે અને ટી20 સિરીઝ પહેલા શ્રીલંકાની ટીમમાં કોરોના પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે. શ્રીલંકાના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર કોરોના પોઝિટિવ આવ્યા છે. ફ્લાવર ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમની સાથે હતા, જે હાલમાં શ્રીલંકા પરત ફરી છે. કોરોનાના પ્રથમ કેસ બાદ શ્રીલંકાની ટીમને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવી છે. સાથે આગામી આદેશ સુધી પોતાના રૂમની બહાર ન નિકળવાની ચેતવણી આપવામાં આવી છે.

ઈંગ્લેન્ડમાં મળી હાર
શ્રીલંકાને ઈંગ્લેન્ડના પ્રવાસ પર કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. ટૂર પર રમાયેલી બધી મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો. શ્રીલંકાએ ટી-20 સિરીઝવ 0-3થી ગુમાવી હતી. તો પ્રથમ બે વનડે મેચમાં પરાજય થયો જ્યારે અંતિમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. 

ત્રણ ખેલાડીઓને ઈંગ્લેન્ડથી મોકલ્યા પરત
શ્રીલંકા ક્રિકેટે ઈંગ્લેન્ડના પ્રવાસ પર કુસાલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા અને દનુષ્કા ગુણાતિલકને બાયો બબલ તોડવાના મામલા પર પાંચ સભ્યોની પેનલની રચના કરી છે. આ ઉલ્લંઘન બાદ ત્રણેયને સિરીઝ વચ્ચે સ્વદેશ પરત મોકલી આપવામાં આવ્યા હતા. કોવિડ-19 ખતરાને કારણે ખેલાડીઓના આવવા-જવા પર પ્રતિબંધ છતાં પ્રશંસકોએ મેચ હારવાને કારણે આ ત્રણેયનો વીડિયો બનાવ્યો હતો. 

13 તારીખથી ભારત વિરુદ્ધ સિરીઝ
ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને સીમિત ઓવરોના વાઇસ કેપ્ટન રોહિત શર્મા આગામી ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે હોવાને કારણે શિખર ધવનની આગેવાનીમાં ઓછી અનુભવી ટીમ શ્રીલંકા પહોંચી છે, તેમાં છ ખેલાડીઓ એવા છે જેણે આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ભારત-શ્રીલંકા વચ્ચે 13, 16 અને 18 જુલાઈએ ત્રણ એક દિવસીય અને પછી 21, 23 અને 25 જુલાઈએ ત્રણ ટી20 મેચ રમાશે. બધા મુકાબલા અહીં પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news