અમદાવાદ : માસીના દીકરાએ સંબંધો લજવ્યા, બહેનને ફોસલાવી ગર્ભવતી બનાવી

અમદાવાદ (Ahmedabad)ના શાહીબાગ વિસ્તારમાં એક એવી ઘટના બની છે, જેને સંબંધોને લજવ્યા છે. એક ભાઈએ પોતાની જ બહેનને પોતાનો હવસ (Rape)નો શિકાર બનાવીને ગર્ભવતી બનાવી છે. પોલીસને સમગ્ર મામલાની જાણ થતા ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ : માસીના દીકરાએ સંબંધો લજવ્યા, બહેનને ફોસલાવી ગર્ભવતી બનાવી

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad)ના શાહીબાગ વિસ્તારમાં એક એવી ઘટના બની છે, જેને સંબંધોને લજવ્યા છે. એક ભાઈએ પોતાની જ બહેનને પોતાનો હવસ (Rape)નો શિકાર બનાવીને ગર્ભવતી બનાવી છે. પોલીસને સમગ્ર મામલાની જાણ થતા ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના એક યુવકે પોતાના મામાની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. મામાની દીકરી માત્ર 16 વર્ષની સગીર છે. આ કૃત્ય બાદ સગીર યુવતી માતા બની છે અને ભોગ બનનાર કિશોરીએ એક બાળકીને પણ જન્મ આપ્યો છે. હાલ સમગ્ર ભાંડો બહાર આવ્યો છે. પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે. આ વિશે એફ ડિવીઝનના એસીપી જે.કે.ઝાલાએ જણાવ્યું કે, એક વર્ષ પહેલાથી બંન્ને વચ્ચે સંબંધો હતો અને રવિવારે કિશોરીએ બાળકીને જન્મ આપતા સમગ્ર મામલો સામે આવ્યો છે. 

Photos : ગુજરાતના આ મંદિરમાં માતાજીનું ત્રિશૂળ દર વર્ષે ચોખ જેટલું વધે છે તેવું કહેવાય છે

વાત એમ છે કે, પીડિતા અને આરોપી યુવક મામા-ફઈના ભાઈ-બહેન થાય છે. પારિવારીક હોવાથી યુવક અનેકવાર યુવતીના ઘરે જતો હતો. એક વર્ષ પહેલા આરોપીએ પીડિતા સાથે સંબંધ બાંધ્યો હતો અને અવાર-નવાર તેના ઘરે પણ જતો હતો. સાત મહિના પહેલાજ પીડિતાની માતાનુ મોત થયું છે, જેથી યુવકની અવર-જવર વધી ગઈ હતી. રવિવારે પીડિતાને દુખાવો થતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે, પિતરાઈ ભાઈએ જ તેની સાથે આવુ કર્યુ છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે અને ડીએનએ ટેસ્ટ માટે કાર્યવાહી કરી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news