સતત બીજા દિવસે વધ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ, આ રહ્યો આજનો ભાવ
સાઉદી અરામકો પર હુમલા બાદ અત્યાર સુધી પેટ્રોલમાં લગભગ અઢી રૂપિયા પ્રતિ લીટરની જોવા મળી અને ડીઝલ પણ દોઢ રૂપિયો મોંઘુ થયું છે. મંગળવારે સવારે બ્રેંટ ક્રૂડ 59.73 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 54.54 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.
Trending Photos
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price) ના ભાવમાં થોડા દિવસોની સ્થિરતા જોયા બાદ મંગળવારે સતત બીજા દિવસે તેજી જોવા મળી. સાઉદી અરામકોના બે પ્લાન્ટ પર ગત થોડા દિવસો પહેલાં થયેલા ડ્રોન હુમલા બાદ એશિયાઇ બજાર સાથે ઘરેલૂ બજારમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે. મંગળવારે સવારે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી. આ સાથે જ મંગળવારે સવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 19 પૈસા અને ડીઝલના ભાવમાં 16 પૈસાની તેજી આવી હતી.
આ સાથે જ દિલ્હીમાં મંગળવારે પેટ્રોલ 74.61 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. ડીઝલમાં પણ 19 પૈસા વધીને 67.49 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ક્રમશ: 77.23 રૂપિયા, 80.21 રૂપિયા અને 77.51 રૂપિયાના સ્તર પર રહ્યું હતું. તો બીજી તરફ ડીઝલન ભાવમાં ક્રમશ: 69.85 રૂપિયા, 70.76 રૂપિયા અને 71.31 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું હતું. જાણકારોનું કહેવું છે કે હાલ ક્રૂડના ભાવમાં સ્થિરતા જળવાઇ રહેવાની આશા છે.
સાઉદી અરામકો પર હુમલા બાદ અત્યાર સુધી પેટ્રોલમાં લગભગ અઢી રૂપિયા પ્રતિ લીટરની જોવા મળી અને ડીઝલ પણ દોઢ રૂપિયો મોંઘુ થયું છે. મંગળવારે સવારે બ્રેંટ ક્રૂડ 59.73 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 54.54 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે