કારમાં ગરમીથી બચવા માટે અમદાવાદના આ કાર માલિકે કર્યું છાણનું લીપણ
અમદાવાદના એક કાર માલિકે ઉનાળાની ગરમીથી કારને ઠંડી રાખવા માટે એક અનોખો કીમિયો અપનાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે કેટલાક વિસ્તારમાંતો ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. એવામાં લોકો પોતાનું ધ્યાન રાખવાની સાથે સાથે પોતાની કારનું ધ્યાન રાખવા માટે પણ અલગ અલગ પ્રયત્નો કરી ર્યા છે. સૂર્યના તાપમાં કારને પણ જોરદાર અસર થાય છે. અને તેની અસર કારના મેન્ટેનસ પર પણ જોવા મળે છે. એવામાં અમદાવાદના એક કારના માલિકે ગરમીથી કારને બચાવા માટે અને કારને ઠંડી રાખવા માટે અનોખી તકનીક અપનાવી છે. કારમાં ગરમી ના લાગે તે માટે માલિકે આખી કારને છાણનું લીપણ કર્યું છે અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
છાણનો સૌથી જોરદાર કર્યો ઉપયોગ
ફેસબુક પર એક યુઝરે કારની તસવીર શેર કરતા લખ્યું કે, આ છે છાણનો સૌથી જોરદાર ઉપયોગ... વધુમાં તેણે લખ્યું કે 45 ડિગ્રીમાં તાપથી બચવા માટે અને કારને ગરમીથી બચાવા માટે અને ગરમીથી બચવા માટે શ્રીમતિ સેજલ શાહે તેમની કરાને છાણનો લેપ લગાવી દીધો છે.
તસવીર થઇ વાયરલ
છાણથી લીપણ કરેલી આ કારની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીર વાયરલ થયા બાદ લોકો દ્વારા અનેક પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. જ્યારે અમૂક લોકોએ જાણવા માગે છે, કે કાર પર છાણનો લેપ લગાવાથી કેવા પ્રકારના ફાયદાઓ થાય છે. ત્યારે કેટલાક લોકો એવું પણ પૂછી રહ્યા છે, કે છાણની ગંધ આવતી હોય ત્યારે કેવી રીતે કારમાં બેસી શકાય?
છાણનો ઉપયોગ મચ્છરથી બચાવા માટેની ક્રિમ તરીકે પણ કરવામાં આવે છે.
છાણનો ઉપયોગ સૌથી વધારે ગ્રામીણ વિસ્તારોમાં માટીની દિવાલો પર લેપ લગાવા માટે કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, છાણનું લેપ સુકાઇ ગયા પછી દિવાલને ઠંડી રાખવાનું કામ કરે છે. આ સિવાય તેનો ઉપયોગ કિટાણુંઓને મારવા માટે મચ્છરથી બચવા માટે પણ કરવામાં આવે છે. આ પહેલા પણ અનેક લોકો દ્વારા ગૌમૂત્ર અને છાણના વિભિન્ન ફાયદાઓ અંગે દાવાઓ કરવામાં આવ્યા છે. પરંતુ ગરમીમાં કારને બચાવા માટે છાણનો ઉપયોગ કરવાથી લોકોમાં ભારે કુતુહલનો વિષય બન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે