Ahmedabad Blast Verdict : દોષિતોએ કોર્ટમાં પોતાનો બચાવ કર્યો, હવે 14 મીએ સુનાવણી

Ahmedabad Serial Blast : અમદાવાદની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. 49 દોષિતોના બચાવપક્ષના વકીલોને કોર્ટ સાંભળશે

Ahmedabad Blast Verdict : દોષિતોએ કોર્ટમાં પોતાનો બચાવ કર્યો, હવે 14 મીએ સુનાવણી

ઝી મીડિયા/બ્યૂરો :આજે અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોની સજા પર થોડીવારમાં સુનાવણી શરૂ થઈ હતી. ત્યારે 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજની સુનાવણી વિશેષ અદાલતમાં પૂર્ણ થઈ હતી. વધુ સુનાવણી સોમવારે 14 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. આજની સુનાવણીમાં વિશેષ અદાલતે દોષિતોનો પક્ષ સાંભળ્યો હતો. ત્યારે સોમવારના રોજ આરોપીઓના વકીલ વિશેષ અદાલત સમક્ષ રજુઆત કરશે.

સુનાવણીમાં બોમ્બ બ્લાસ્ટ કેસના તમામ 49 દોષિતો કોર્ટમાં વર્ચ્યૂઅલી હાજર રહ્યા હતા. દોષિતોને સાંભળ્યા બાદ તેમની સજાનું એલાન થશે. બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને સાંભળી સજાનું એલાન થશે. કેસની અંતિમ સુનાવણી બાદ સજાનું એલાન થશે. 28 આરોપીને પુરાવાના અભાવનો જાહેર નિર્દોષ કરાયા છે. બચાવ પક્ષના વકીલો આજે આરોપીઓના પુરાવા રજૂ કરશે. મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુ્મેન્ટ્સ રજૂ કરવા કોર્ટ બચાવ પક્ષને સમય આપ્યો હતો. ત્યારે બચાવ પક્ષ દ્વારા સજાના એલાન પર અંતિમ સુનાવણી થશે. 

સુનાવણી શરૂ....

  • આરોપી નંબર 13 એ કોર્ટને કહ્યુ કે, મારો આ કેસ જોડે કોઈ નાતો નથી. મુસલમાન છું એટલે ફસાવવામાં આવ્યો. મારી ખોટી ઓળખ કરીને ધરપકડ કરાઈ છે. બાકીની રજૂઆતો લેખિતમાં આપીશ. મને ઘણી મેડિકલ પ્રોબ્લેમ છે એ પણ ધ્યાને લેશો. હું પાછલા લગભગ 13 વર્ષથી જેલમાં છું, અને હું અંદર હતો ત્યારે આ ઘટના બની છે. મારો કોઈ રોલ નથીસ પણ ફક્ત મુસલમાન હોવાથી મને ફસાવવામાં આવ્યો છે. હું હાલોલ કેમ્પમાં પણ નહોતો. હું ક્યારેય ગુજરાત નહોતો આવ્યો અને હું ગુજરાતી પણ નથી જાણતો. 313 સ્ટેટમેન્ટમાં મેં કહેલુ છે એને જોડવામાં આવે. મને મેડિકલનો સિરિયસ પ્રોબ્લેમ છે જે પણ મેં જોડેલું છે. મને સજા કરાશે તો એ હું મારા હોમ સ્ટેટમાં કાપી શકું એવી મારી માંગણી છે.
  • આરોપી નંબર 10 એ કોર્ટમાં કહ્યુ કે, કયા કેસમાં અમને દોષિત માન્યા છે એ અમને કહેવાયુ નથી. મને દોષિત માન્યો છે, જે ગુનો મેં કર્યો જ નથી. લોકોના પરિવાર બરબાદ થઈ ગયા. 14 વર્ષ અમે જેલમાં કાપ્યા છે, એની કિંમત પરિવારજનોને ચૂકવવી પડી છે. હાલની લિગલ સિસ્ટમ જોતા લાગે છે કે આ ધરતી પર અલ્લાહનો ન્યાય જ જરૂરી છે. આ લીગલ સિસ્ટમમાં અમારી જિંદગી ખરાબ થઈ ગઈ. અમારી પર ખોટો કેસ થયો છે. તમારે જે સજા આપવી હોય આપો.
  • આરોપી નંબર 11 એ કહ્યુ કે, ઉપરવાળાની જે મરજી હોય હું, એમના ઉપર છોડું છું. તો આરોપી નંબર 12 એ કોર્ટમાં કહ્યું કે, ફર્ધર સ્ટેટમેન્ટ મારું માનવામાં આવે જે સામેલ કરવામાં આવે. સાથે જ લેખિત રજુઆત કરવાની પણ માંગણી છે.

  • આરોપી નંબર 4 સમસુદ્દીન શેખએ કોર્ટમાં કહ્યુ કે,સજા સંભળાવતા પહેલા આપ ત્રણ બાબતો વિચારજો. મારી પરિવારની સ્થિતિ સારી નથી, બાળકો ભણાવવાના છે, પોતાનું ઘર પણ નથી. બાકી શું સજા કરવી એ આપની અને અલ્લાહની મરજી. હું 13 વર્ષ જેલમાં રહ્યો. મારી વર્તણુક પણ ધ્યાને લેજો. જેલમાં રહ્યો તો પણ ભણતર પર જ ધ્યાન આપ્યું. એ પણ ધ્યાને લેજો. આ સિવાય જેલવાસ દરમિયાન મેં ઘણો અભ્યાસ કર્યો છે અને ડિગ્રીઓ મેળવી છે.
  • આરોપી નંબર 5 જ્ઞાસુદ્દીન અન્સારીએ કોર્ટમા કહ્યુ કે, મારા વકીલ મારા વતી રજુઆત કરશે.
  • આરોપી નંબર 8 એ કહ્યુ કે, મારા પરિવારની સ્થિતિ સારી નથી. મને શારીરિક તકલીફો પણ છે. વધુ સજા કરશો તો પરિવારની સ્થિતિ વધુ બગડશે. એ ધ્યાને લેશો
  • આરોપી નંબર  6 એ કહ્યુ કે, મારા ઘરની સ્થિતિ સારી નથી. માં બાપ વૃદ્ધ છે, બાળકો અને પત્નીની જવાબદારી છે. 13 વર્ષ જેલમાં રહ્યો, ઘરની સ્થિતિ સારી નથી. એ ધ્યાને લેજો. તો આરોપી નંબર 7 એ કહ્યુ કે, મને ખોટી રીતે દોષિત ઠેરવાયો.

  • સજા મુદ્દે આરોપીઓને જે રજુઆત કરવી હોય એ કરી શકે છે તેવી કોર્ટે ટકોર કરી. ત્યાર બાદ એક પછી એક આરોપીઓએ પોતાની રજૂઆત શરૂ કરી

    અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોને સુનાવણીમા વીડિયો કોન્ફરન્સથી રજૂ કરાયા છે. બચાવપક્ષ દ્વારા દોષિતોના મેડિકલ ,શૈક્ષણિક લાયકાત અને ઘરની પરિસ્થિતિ અંગેની વિગતો કોર્ટમાં રજૂ કરશે. 49 દોષિતોના બચાવપક્ષના વકીલોને કોર્ટ સાંભળશે. આ કેસમા આરોપીનો સામે લાગેલી કલમોમાં જનમટીમ અને ફાંસીની સજાની જોગવાઈ છે.

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news