સાવધાન! તમારા નામે થઈ શકે છે દેશમાં મોટા મોટા કાંડ! નવું સિમ લેતા ચેતજો, દેશના ગદ્દારોની ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 49 સીમકાર્ડ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલનોના પગમાં ગોઠણીયા ભર બેઠાલા આરોપીઓના નામ છે તલહા મિર્ઝા ઉર્ફે કબીર, કયુમ રાઠોડ ઉર્ફે ભુરો, અજય રાવળ અને જયેશ ઉર્ફે જય પાડવામાં આવ્યું છે.

સાવધાન! તમારા નામે થઈ શકે છે દેશમાં મોટા મોટા કાંડ! નવું સિમ લેતા ચેતજો, દેશના ગદ્દારોની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સીમકાર્ડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ બોગસ સીમ કાર્ડ કાઢી ઓનલાઈન બજારમાં 300થી લઇને 3 હાજર સુધીમાં ઓનલાઇન હરાજીમાં વેચી નાખતા હતા અને આ સીમકાર્ડ સટ્ટા બેટિંગ અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃતિમાં ઉપયોગમાં લેવાતા હતા. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રીતે સીમકાર્ડ વેચાણનું મોટું કૌભાંડ પકડી પાડ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 49 સીમકાર્ડ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલનોના પગમાં ગોઠણીયા ભર બેઠાલા આરોપીઓના નામ છે તલહા મિર્ઝા ઉર્ફે કબીર, કયુમ રાઠોડ ઉર્ફે ભુરો, અજય રાવળ અને જયેશ ઉર્ફે જય પાડવામાં આવ્યું છે. જ્યારે પણ કોઈપણ ગ્રાહક સીમકાર્ડ ખરીદી કરવા આવતા હોય છે. 

સીમકાર્ડની સામે જે તે વ્યક્તિના આધાર પુરાવા મેળવવામાં આવતા હતા. તેમજ તેમના ઓનલાઈન ફોટોગ્રાફ્સ અને બાયોમેટ્રિક પદ્ધતિ થી પુરાવા ઓ એકત્ર કરી સીમકાર્ડ એક્ટિવ થયું હોય છે ત્યારે આવા આરોપીઓ વિક્રેતાઓ દ્વારા એક સીમકાર્ડ નહીં પરંતુ બે સીમકાર્ડ એક્ટિવ કરવામાં આવતા હતા. જેમાં એક સીમકાર્ડ કે જે ખરીદનારને આપવામાં આવતું હતું અને બીજું સીમકાર્ડ કે જે ખરીદનારની જાણ બહાર જ એક્ટિવ થઈ જતું હતું અને તેને ગેરકાયદેસર પ્રવૃતિ માં કોઈપણ આધાર પુરાવા વગર જ ઓનલાઇન બજાર માં વેચવામાં આવતું હતું. 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કૌભાંડની જાણ થતા ફરિયાદના આધારે ચાર આરોપીઓ તલહા મિર્ઝા ઉર્ફે કબીર , કયુમ રાઠોડ ઉર્ફે ભુરો , અજય રાવળ અને જયેશ ઉર્ફે જય ધરપકડ કરી છે. પોલીસે ગેરકાયદેસર સીમ વેચનાર તેમજ લોકો સાથે છેતરપિંડી કરનાર પૈકી કયુમ રાઠોડ ઉર્ફે ભુરો શાહપુર ચાર રસ્તા અને અજય રાવળ વસ્ત્રાલની નિરાંત ચોકડી પાસે ફૂટપાથ પર છત્રી લગાવી એરટેલ કંપનીના સીમકાર્ડ નું વેચાણ કરતા હતા. 

આરોપી કયુમ અને અજય સીમકાર્ડ ખરીદવા આવતા ગ્રાહકો પાસેથી આધાર પુરાવા લેતો હતો તેમજ ઓનલાઇન પ્રક્રિયા સમયે બે વખત ફોટોગ્રાફ અને બાયોમેટ્રિક ઇમ્પ્રેશન ની પ્રક્રિયા કરાવતો હતો. જેના દ્વારા તે બે અલગ અલગ સીમકાર્ડ એક્ટિવ કરતો હતો. જેમાંથી એક સીમકાર્ડ ગ્રાહકને આપતો હતો તેમજ અન્ય સીમકાર્ડ નું ઓનલાઇન બજાર હરાજી કરી ને વેચાણ કરી નાખતા હતા જે ઓનલાઇન બજાર માં અન્ય આરોપી દ્વારા આ સીમકાર્ડ ની કિંમત લગાડી ને ખરીદી કરતા હતા જેમાં એક સીમકાર્ડ ની કિંમત 300 થી લઇ ને 3 હજાર સુધી મળતી હતી. 

સીમકાર્ડ લેવા આવેલા ગ્રાહકના નામ પર એક્ટિવ થયેલું બીજું સીમકાર્ડ આરોપી કયુમ રાઠોડ ઉર્ફે ભુરો અને અજય દ્વારા જયેશને 300 રૂપિયામાં વેચવામાં આવતું હતું. જે બાદ આરોપી જયેશ દ્વારા તલહા મિર્ઝા ઉર્ફે કબીર 300 માં લીધેલું સીમકાર્ડ 800 રૂપિયામાં વેચવામાં આવતું હતું. આરોપી તલહા મિર્ઝા ઉર્ફે કબીર છેલ્લા ત્રણેક મહિનાથી ટેલિગ્રામ ગ્રુપ મારફતે પ્રિ-એક્ટિવ થયેલા સીમકાર્ડ ની જથ્થાબંધ ખરીદી કરી તેને પોતાના મોબાઈલ ફોન થી સીમકાર્ડ એક્ટિવ છે કે કેમ તેની ખાતરી કરી એક્ટિવ થયેલા સીમકાર્ડ ને ગેરકાયદેસર રીતે માર્કેટિંગ અને સટ્ટા બેટિંગ કરતા વ્યક્તિને કોઈપણ આધાર પુરાવા વગર ઊંચી કિંમતે વેચાણ કરતો હતો. 

આરોપી તલહા મિર્ઝા ઉર્ફે કબીર ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને અંદાજે રૂપિયા 1600 થી 3000 સુધી માં સીમકાર્ડ નું વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે..ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ને શંકા છે કે હજારો ની સંખ્યા માં આરોપીઓ એ સીમકાર્ડ વેચી ચુક્યા છે ત્યારે આ સમિકાર્ડ નો છેલ્લે ઉપયોગ ક્યાં અને કોના દ્વારા કરવા માં આવ્યો છે એ અંગે તપાસ ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news