અમદાવાદ - ગાંધીનગર વિકાસ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે અમિત શાહની અપીલ
Trending Photos
ગાંધીનગર : લોકસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના વિકાસ કાર્યો તથા ગાંધીનગર ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારમંત્રી અમિત શાહે મુલાકાત લીધી હતી. નાગરિકોને સીધી રીતે સ્પર્શતા ડ્રેનેજ, રોડ રસ્તા, પાણીના નિકાલ અને ટ્રાફિકની સમસ્યાઓ અંગે તાકીદે નિવારક પગલાઓ માટે સુચના આપી હતી. ગાંધીનગર સંસદીય મતક્ષેત્રમાં સમાવિષ્ટ તમામ તળાવોના ઇન્ટરલિન્કિંગ માટે આયોજન હાથ ધરવા હિદાયત આપી હતી. શહેરના તળાવોને વધુ આકર્ષક બનાવવા તથા તેમાં ડ્રેનેજ, લીકેજ અને પાણીના સ્ત્રોત જળવાઈ રહે તે માટે તજજ્ઞોના માર્ગદર્શન સાથે અસરકારક નાણાંકીય આયોજનની હિમાયત કરી હતી.
હાઉસીંગ પોલીસીમાં ગરીબોને પ્રાથમિકતા આપવા તથા વધુ સુવિધાપુર્ણ વિકાસકામો કરી જનસુખાકારીમાં વધારો કરતા કામો કરવા મંત્રીએ અપીલ કરી હતી. વૃક્ષો આપણા અસ્તિત્વ માટે જરૂરી, વૃક્ષારોપણની સાથે સાથે તેના જતન-સંવર્ધન અને સર્વાઈવલ રેટ વધે તેની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ શહેર-જિલ્લાના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી લોકોને સ્પર્શતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવાની તાકીદ કરી મંત્રીએ જણાવ્યું હતું કે, શહેરના તળાવો વધુ આકર્ષક બને તે માટે કામો કરવા અનિવાર્ય છે.
આ ઉપરાંત તેમણે શહેરના તળાવોમાં બારેમાસ પાણીના સ્ત્રોત જળવાઈ રહે અને લીકેજ ન થાય તેવું આયોજન માટે તાકીદ કરી હતી. શહેરના ૨૧ જેટલા તળાવોને વધુ આકર્ષક બનાવવા માટે અસરકારક નાંણાકીય આયોજન કરવા તેમજ તેમાં ગટર પાણી ન ભળે તેની તાકીદ કરી હતી. આ માટે તજજ્ઞોનું માર્ગદર્શન મેળવી કામ ટુંક સમયમાં પુર્ણ કરવા પણ મંત્રીએ સુચન કર્યું હતું. આ ઉપરાંત નાગરિકોને સીધી રીતે સ્પર્શતા ડ્રેનેજ, રોડ રસ્તા, પાણીના નિકાલ અને ટ્રાફિકની સમસ્યાઓ અંગે તાકીદે નિવારક પગલાઓ માટે શાહે તંત્રને સુચના અને માર્ગદર્શન આપ્યા હતા.
અમિત શાહે વૃક્ષારોપણ અને તેની જાળવણીની હિમાયત કરતાં કહ્યું કે, વૃક્ષો આપણા અસ્તિત્વ માટે જરૂરી છે ત્યારે, વૃક્ષારોપણની સાથે સાથે તેના જતન-સંવર્ધન અને સર્વાઈવલ રેટ વધે તે પણ એટલું જ જરૂરી છે. કયા વિસ્તારમાં કેટલા વૃક્ષો વાવ્યા, તેની જાળવણી અને તેના સંવર્ધન માટેની શી વ્યવસ્થા કરાઈ છે તે અંગેની ઝીણામાં ઝીણી વિગતો મંત્રીએ મેળવી હતી. શહેરી ગરીબો અને જરૂરિયાતમંદો માટે આવાસોએ સમયની માંગ છે ત્યારે હાઉસીંગ પોલીસીમાં ગરીબોને સત્વરે આવાસો મળે તે માટે તેમને પ્રાથમિકતા આપવા મંત્રીએ જણાવ્યું હતું.
દરેક માનવીને પોતાનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન હોય છે એ સ્વપ્ન સાકાર થવું જોઈએ. આ બેઠકમાં ધારાસભ્યો- જનપ્રતિનિધીઓએ ઉપસ્થિત કરેલા જન સુખારીના કામો સત્વરે પુર્ણ કરવા મંત્રી અમદાવાદ મહાનગરપાલિકાના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. સાથે સાથે શહેરમાં હાથ ધરાયેલી રસીકરણ કામગીરીની સમીક્ષા કરી રસીકરણ વધુ વેગવાન બનાવવા પણ સુચના આપી હતી.
આ ઉપરાંત ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ નારણપુરા, સાબરમતી, ઘાટલોડીયા અને વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રસીકરણ અંતર્ગત લગભગ ૮૭ % લોકોને પ્રથમ ડોઝ અપાયો છે, તે અંગેનું પ્રેઝન્ટેશન પણ મ્યુનિસિપલ કમિશનરએ રજૂ કર્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં વૃક્ષારોપણનો ચિતાર આપતા જણાવવામાં આવ્યું હતું કે, ચાર વિધાનસભા વિસ્તારોમાં કુલ ચાલુ વર્ષે ૩.૪૪ લાખ વૃક્ષોનું વાવેતર કરાયું છે.
અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન દ્વારા હાથ ધરાઈ રહેલા સ્પેશિયલ પ્રોજેક્ટમાં પણ વિશેષ રૂચિ દાખવી હતી. તેમણે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, પલ્લવ-પ્રગતિનગર સ્પ્લીટ ફ્લાય ઓવ્રરબ્રીજ, સીંધુભુવન પાસે નિર્માણાધિન મલ્ટીલેવલ પાર્કીંગ, જાસપૂર ખાતે બનતા ૨૦૦ એમ.એલ.ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીમ્સ હોસ્પિટલ ફોર લેન ઓવરબ્રીજ, છારોડી તળાવ, બોપલ ઈકોલોજી પાર્ક જેવા પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી અને તમામ કામો સમયમર્યાદામાં પુરા થાય તેવી અધિકારીઓને તાકીદ પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે