અમદાવાદમાં પ્રભુ શ્રીરામના મંદિરમાં લગ્નની માનતા થાય છે પુર્ણ; જાણવા જેવો છે 600 વર્ષ જૂનો ઇતિહાસ

શાહપુરમાં 600 વર્ષ જુના કાળા રામ મંદિરમાં પણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે અમદાવાદના આ સ્થળ પર આજેય કોઈ વ્યક્તિ ભુખ્યો સૂતો નથી. અહીં આવનાર વ્યક્તિને ઓટલો અને રોટલો બંને મળ્યો છે. 600 વર્ષના ઈતિહાસને કારણે મંદિરની મુર્તિ અહીં સ્વયંભુ હોવાનો અહેવાલ છે.

અમદાવાદમાં પ્રભુ શ્રીરામના મંદિરમાં લગ્નની માનતા થાય છે પુર્ણ; જાણવા જેવો છે 600 વર્ષ જૂનો ઇતિહાસ

ઝી બ્યુરો/અમદાવાદ: શાહપુરમાં 600 વર્ષ જુના કાળા રામ મંદિરમાં અયોધ્યાના પાવન પર્વની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે એવા લોકો કે જેવો અયોધ્યા નથી પહોંચી શક્યા તેઓ પોતાના સ્થાનિક રામ મંદિરમાં જ પ્રસંગના ઉજવણી ની તૈયારીઓ કરી રહ્યા છે. આવી જ તૈયારીઓ શાહપુરમાં 600 વર્ષ જુના કાળા રામ મંદિરમાં પણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે અમદાવાદના આ સ્થળ પર આજેય કોઈ વ્યક્તિ ભુખ્યો સૂતો નથી. અહીં આવનાર વ્યક્તિને ઓટલો અને રોટલો બંને મળ્યો છે. 600 વર્ષના ઈતિહાસને કારણે મંદિરની મુર્તિ અહીં સ્વયંભુ હોવાનો અહેવાલ છે.

કાળા રામ મંદિર તેના અમૂલ્ય અને ઐતિહાસિક ધરોહર ના કારણે પ્રસિદ્ધ છે. અમદાવાદમાં રોજ સવારે થતી હેરિટેજ વોકમાં પણ મોટી સંખ્યામાં વિદેશીઓ ભગવાનના દર્શન માટે પહોંચે છે. કાળા રામ નું મંદિર માતૃ ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ભગવાન શ્રીરામ પદ્માસન મુદ્રામાં વિરાજમાન છે. એવું પણ કહેવાય છે કે કેટલાંય લોકોના લગ્ન અટકતા હોય તો તે માનતા પણ પુર્ણ થઈ છે.

અલૌકિક મુદ્રામાં વિરાજમાન પ્રભુ શ્રીરામ
અહીં ભગવાન શ્રીરામને કાળા રામ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ગુજરાતમાં શ્રીરામનું આ પ્રથમ એવું મંદિર છે જ્યાં શ્રીરામની મૂર્તિ કાળા પથ્થરમાંથી નિર્મિત છે. આપણે હંમેશા જ્યારે શ્રીરામની મૂર્તિના દર્શન કરીએ છીએ ત્યારે તેમના ખબે ધનુષ અને બાણ જોઈએ છીએ. પરંતુ શાહપુરમાં આવેલા કાળા રામ મંદિરમાં ધ્યાન મુદ્રામાં હોવાથી તેમની પાસે ધનુષ નથી.

ચિત્રકૂટના વનવાસી શ્રીરામ
અહીં મંદિરમાં વિરાજમાન શ્રીરામ વનવાસી શ્રીરામ છે. તેઓ જ્યારે ચિત્રકૂટ વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે સંધ્યા કાળે ધ્યાન મુદ્રાના દર્શન અહીં થાય છે. અને એટલા જ માટે તેમની નજીક લક્ષ્મણજી બાણ અને ધનુષ સાથે સેવા કરતા નજરે પડે છે. મોટાભાઈના ધ્યાનમાં કોઈ ખલેલ ન પાડી શકે તે માટે લક્ષ્મણજી તેમના પડખે ઊભા છે.

અહીં સારંગપુર હનુમાનજી જેવા મુદ્રામાં હનુમાનજીના થાય છે દર્શન
સામાન્ય રીતે દરેક રામ મંદિરમાં હનુમાનજી શ્રીરામના ચરણોમાં વિરાજમાન હોય છે. પરંતુ અહીં હનુમાનજીની મૂર્તિ શ્રીરામ થી થોડા અંતરે છે. તેનું એક કારણ એવું પણ છે કે ચિત્રકૂટમાં જ્યારે શ્રીરામ વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે હનુમાનજી સાથે તેમનો મેળાપ થયો નહોતો. 

આમ તો કૃષ્ણને કામણગારો કહેવાયો છે પરંતુ ભારતમાં રામજીના બે મંદિર એવાં છે જ્યાં રામજી છે શ્યામ રંગના છે. નાસિક અને અમદાવાદમાં બિરાજમાન રામજી ભગવાનને શ્યામ રંગના રામજી કહેવામાં આવે છે. નાસિકમાં કાળા રંગના રામજી ભગવાનની મુર્તિ છે તે ઉભેલી મુદ્રામાં છે જ્યારે અમદાવાદમાં બેઠેલી મુદ્રામાં જોવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news