અમદાવાદ: એજન્ટે એક મીનિટમાં IRCTCમાં 11 લાખની ટીકીટ બુક કરી
ભારતીય રેલવેમાં ઓનલાઇન ટિકિટ બુકીંગ સાઇટ IRCTC પર સામાન્ય રીતે એક ટિકિટ બુક કરવામાં 90 સેકન્ડનો ટાઇમ લાગે છે. પરંતુ અમદાવાદના એક એજન્ટે 1 મીનિટમાં 426 ટિકીટો બુક કરી દીધી હતી. IRCTCએ દાવો કર્યો છે કે મોહસિન જલિયાવાલા નામના એક એજન્ટે એક મીનિટથી પણ ઓછા સમયમાં આટલી બધી ટીકીટો બુક કરી દીધી હતી, ત્યારબાગ રેલવે પોલીસ ફોર્સ (RPF)એ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ભારતીય રેલવેમાં ઓનલાઇન ટિકિટ બુકીંગ સાઇટ IRCTC પર સામાન્ય રીતે એક ટિકિટ બુક કરવામાં 90 સેકન્ડનો ટાઇમ લાગે છે. પરંતુ અમદાવાદના એક એજન્ટે 1 મીનિટમાં 426 ટિકીટો બુક કરી દીધી હતી. IRCTCએ દાવો કર્યો છે કે મોહસિન જલિયાવાલા નામના એક એજન્ટે એક મીનિટથી પણ ઓછા સમયમાં આટલી બધી ટીકીટો બુક કરી દીધી હતી, ત્યારબાગ રેલવે પોલીસ ફોર્સ (RPF)એ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે.
એકબાજુ રેલવે કહે છે કે તે ટીકીટ બુકીંગ પ્લેટફોર્મને સતત મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી કોઇ આવી રીતે ટીકીટ બુક ન કરી શકે, જેને એનુલક્ષીને IRCTCએ નવી સાઇટ પણ લોન્ચ કરી છે, પરંતુ હજી સુધી તેમાં ખામીઓ આવી રહી છે. જો કોઇ એજન્ટ એક મીનીટમાં 126 કન્ફોર્મ ટીકીટ બુક કરીલે તો તેનાથી સામાન્ય જનતાને મુશ્કેલી પડી શકે છે.
PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદ શહેરને મળશે નવી ભેટ: મેયર
અમદાવાદના મોહસિને 11.17 લાખ રૂપિયામાં 126 ટિકીટ બુક કરી દીધી હતી. જે અંગે આરપીએફે એફઆઇઆર દાખલ કરી છે અને મોહસિન નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપી છેલ્લા ત્રણ આવર્ષથી આ પ્રકારનો કાળો કરોબાર ચલાવી રહ્યો છે. રેલવે પોલીસે CPU પ્રિન્ટર સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે