Ahmedabad News : તથ્ય પટેલ જેવા વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, મણિનગરમાં દારૂ પીને ગાડી હંકારી

ahmedabad iskcon bridge accident : અમદાવાદમાં નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત..મણિનગરની રાજકમલ બેકરી પાસે બાંકડા સાથે અથડાઈ કાર..ગાડીમાંથી મળી બિયરની બોટલ
 

Ahmedabad News : તથ્ય પટેલ જેવા વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, મણિનગરમાં દારૂ પીને ગાડી હંકારી

Tathya Patel અમદાવાદ : ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 નિર્દોષોના જીવ લેવાની ઘટના હજી તાજી છે, ત્યાં અમદાવાદનો રસ્તો વધુ એક અકસ્માતથી સમસમી ગયો છે. હવે માતાપિતાએ પોતાના ગાડીઓને આપતા પહેલા સો વાર વિચાર કરવા જેવુ છે. કારણ કે, વધુ એક નબીરાએ દારૂ પીને મણિનગર વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો. કારચાલક પૂરઝડપ આવીને ઝાડના થડ સાથે અથડાયો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મણિનગરના રાજકમલ બેકરી પાસે મોડી રાતે આ ઘટના બની હતી. બિયર પીને કાર હંકારતા શખ્સની કાર બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જ્યો હતો. કારચાલકે પૂર ઝડપે કાર હંકારતા ઝાડના થડ સાથે ગાડી અથડાઈ હતી અને કાર પલ્ટી મારી ગઈ હતી. જોકે, વૃક્ષને કારણે બાંકડા ઉપર બેસેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ સ્થાનિકોએ 100 નંબર ડાયલ કરી  કાર ચાલકને પોલીસ હવાલે કર્યો હતો. મણિનગર વિસ્તારમાં નશાની હાલતમાં કાર એકસીડન્ટ કરનાર સામે ગુનો નોંધાયો છે. 

સ્થાનિકોએ જણાવ્યું કે, બિયરની બોટલો પણ કારમાંથી મળી હતી. કાર ચલાવનાર મુખ્ય આરોપી કેદાર દવે સામે ઇસનપુર ટ્રાફિક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કારમાં બેઠેલા અન્ય ત્રણ યુવકો વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. ઋત્વિક માંડલિયા, સ્વરાજ યાદવ અને પ્રીત સોની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અકસ્માત સમયે ત્રણેય યુવકો દારૂના નશામાં હતા. કાર ચાલક યુવક વિરૂદ્ધ અલગ થી ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કેસ કરવામાં આવ્યો છે. કેદાર દવે નામનો યુવક કાર ચલાવતો હતો. 

કેદાર દવે વિરૂદ્ધ કે ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ. કેદાર દવે પણ નશાની હાલતમાં હોવાથી તેના વિરૂદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કેસ નોંધાયો. તો કારમાં સવાર અન્ય ત્રણ સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ. મુખ્ય આરોપી કારચાલક કેદાર દવે માત્ર 25 વર્ષની ઉંમરનો છે. 

તો બીજી બાજુ, અમદાવાદમાં વધુ એક એક્સિડન્ટ આજે વહેલી સવારે થયો હતો. વહેલી સવારે રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને કારે અડફેટમાં લીધો હતો. ઉસમાનપુરા નજીક વહેલી સવારે આ બનાવ બન્યો હતો. એક્સિડન્ટમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.

ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોનો જીવ લેનારા તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં તેને આજે કોર્ટમાં રજૂ કરાશે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલના સોમવાર સાજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news