AHMEDABAD: સેન્ટ્રલ જેલમાં શનિવારે યોજાઇ અનોખી પેઇન્ટિંગ કોમ્પિટીશન
Trending Photos
મૌલિક ધામેચા / અમદાવાદ : અમદાવાદના સેન્ટ્રલ જેલમાં શનિવારે અનેક વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા. સેન્ટ્રલ જેલ રોડ પર વોલ પેઇન્ટિંગનો આ કોન્સેપ્ટ રાજકોટથી શરૂ કરવામાં આવ્યો હતો. રાજકોટની ' ચિત્રનગરી ગ્રુપ ' દ્વારા અલગ-અલગ થીમ પર રાજકોટ જેલ બાદ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે પણ વોલ પેઈન્ટિંગ કર્યું હતું. મહત્વનું છે કે વોલ પેઇન્ટિંગની થીમ સમાજ સુધારણા કાર્યક્રમ અને શહેરીજનોને પોઝિટિવ મેસેજ પહોંચી તે પ્રકારના વોલ પેઈન્ટિંગ કરવામાં આવ્યા હતા.
વોલ પેઈન્ટિંગ કરનાર 60થી વધુ લોકો રાજકોટથી અને 20 વ્યક્તિઓ અમદાવાદથી પેઇન્ટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. આ વોલ પેઈન્ટિંગમાં જેસીપી એડમીન અજય ચૌધરીએ પણ પોતાનું પેઇન્ટિંગ બનાવ્યું પોલીસ અધિકારી તરીકે અજય ચૌધરી એપ્સર્ટમાં નામના ધરાવે છે. એટલુજ નહિ આ પેન્ટિંગમાં કિન્નર દ્વારા પણ પેઇન્ટિંગ કરવામાં આવ્યું અને સમાજને એક સારો મેસેજ પેઇન્ટિંગ મારફતે આપવાનો પ્રયત્ન કર્યો. પુરુષમાંથી લોકો બનતા હોય છે. તાલી પાડીને રૂપિયા લઈ ગુજરાત ચલાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે