અમદાવાદ: ગુજરાતી ફિલ્મોને અપાતી સબસીડીમાં પણ કૌભાંડ, હાઇકોર્ટમાં પિટિશન

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળતી સબસીડીમાં ચાર કરોડ જેટલી રકમનું મોટુ કૌભાંડ થયું હોવાનો ગુજરાતી ફિલ્મ નિર્માતા મનોજ પટેલે દાવો કર્યો છે. આ મુદ્દે સચોટ તપાસ તથા યોગ્ય કાર્યવાહી માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. મનોજ પટેલનું કહેવું છે કે, સમગ્ર દે અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી સામે આર્થિક રીતે ઝઝુમી રહ્યો છે. આગામી મય આનાથી કપરી આર્થિક મહામંદીનો સમય આવવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલ માહિતી અને પ્રસારણ વિભાગમાં કરવામાં આવેલી આરટીઆઇમાં ગુજરાતી ફિલ્મ ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ 2019 અને 2016 અન્વયે અપાતી સહાયની રકમ સબસીડીનો કથિત છબરડો બહાર આવ્યો છે. 
અમદાવાદ: ગુજરાતી ફિલ્મોને અપાતી સબસીડીમાં પણ કૌભાંડ, હાઇકોર્ટમાં પિટિશન

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળતી સબસીડીમાં ચાર કરોડ જેટલી રકમનું મોટુ કૌભાંડ થયું હોવાનો ગુજરાતી ફિલ્મ નિર્માતા મનોજ પટેલે દાવો કર્યો છે. આ મુદ્દે સચોટ તપાસ તથા યોગ્ય કાર્યવાહી માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. મનોજ પટેલનું કહેવું છે કે, સમગ્ર દે અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી સામે આર્થિક રીતે ઝઝુમી રહ્યો છે. આગામી મય આનાથી કપરી આર્થિક મહામંદીનો સમય આવવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલ માહિતી અને પ્રસારણ વિભાગમાં કરવામાં આવેલી આરટીઆઇમાં ગુજરાતી ફિલ્મ ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ 2019 અને 2016 અન્વયે અપાતી સહાયની રકમ સબસીડીનો કથિત છબરડો બહાર આવ્યો છે. 

આ છબરડામાં ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ 2016 હેઠળ આવતી આશરે 18 જેટલી ફિલ્મોને જુની 2016ની સબસીડીની માહિતી મુજબ બસીડીચુકવવાને બદલે વાલા દવલાની નીતિના ધોરણે નવી સબસીડી નીતિ 2019 મુજબ કરોડો રૂપિયા ચુકવી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હજુ પણ આ રકમમાં વધારો થાય તેવી સંભાવના મનોજ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

માંગવામાં આવેલી માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ડિસેમ્બર 2019માં 18 જેટલી ફિલ્મોને સબસિડી નાણા ચુકવાયા હતા. આ લિસ્ટ તેમને મળ્યું છે. જુની 18 ફિલ્મો 2018,2017 અને 2016માં રીલિઝ થયેલી છે. જ્યારે નવી ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ 2019 તારીખ 8 માર્ચ, 2019ના રોજ લાગુ થઇ હતી. જેના 8 માર્ચ 2019ના ઠરાવમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, નવી સબસીડી નીતિ ઠરાવ બહાર પાડ્યાની તારીખ 8 માર્ચ, 2019 થી અમલી બનશે તેમ છતા 18 ફિલ્મોમાં કેટલીક એવી ફિલ્મો પણ છે જેને અન્ય ભાષાની ફિલ્મોમાંથી રિમેક સ્વરૂપે બનાવવામાં આવી છે. 

તદ્દ ઉપરાંત જુની ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ 2016ના ઠરાવના આધારે આવી અન્ય ભાષાની આગી ગયેલી ફિલ્મોમાંથી રિમેક ફિલ્મોને સબસિડી મળવા પાત્ર જ નથી તેમ છતા પણ 18 જેટલી 2016ની જૂની નીતિમાં આવતી ફિલ્મોને 2019ની નવી નીતિ હેઠળ સબસીડીના સ્વરૂપે ચુકવી દેવાઇ હતી. 

સંભવીત કોભાંડ આચરતી વખતે અધિકારીઓ ભુલી ગયા છે કે, ફિલ્મોને 2019ની નવી નીતિ હેઠળ પ્રોત્સાહક સહાય આપી કૌભાંડ તેઓ ચલાવી રહ્યા છે તે સમયે રિલીઝ થયેલી 2016થી 2018ની અન્ય ફિલ્મોને તેઓએ 2016ની જુની નીતિ હેઠળ સબસીડી સહાય ચુકવી છે. આ બેવડી અને બેજવાબદાર નીતિના કારણે સમગ્ર કથિક કૌભાંડ અંગે હાલ હાઇકોર્ટમાં પીટિશન દાખલ થઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news