કરૂણ મોત! અમદાવાદના પોશ વિસ્તારમાં બસ ચાલકે બાઈકને લીધું અડફેટે, લગ્ન પહેલાં જ યુવતીનું મોત

અમદાવાદના પોશ વિસ્તાર એવા શિવરંજની ચાર ખાતે ખાનગી બસ પટેલ ટ્રાવેલ્સના બસ ચાલક એ સિગ્નલ પર ઊભા રહેલા યુગલને હડફેટે લેતા યુવતીના માથા પર બસ ફરી વળતા યુવતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

કરૂણ મોત! અમદાવાદના પોશ વિસ્તારમાં બસ ચાલકે બાઈકને લીધું અડફેટે, લગ્ન પહેલાં જ યુવતીનું મોત

ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં વધુ એક વખત અક્સ્માત થયો છે અને ફરી વખતે નિર્દોષ એ જીવ ગુમાવ્યો છે. અમદાવાદના પોશ વિસ્તાર એવા શિવરંજની ચાર ખાતે ખાનગી બસ પટેલ ટ્રાવેલ્સના બસ ચાલક એ સિગ્નલ પર ઊભા રહેલા યુગલને હડફેટે લેતા યુવતીના માથા પર બસ ફરી વળતા યુવતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

બનાવની વિગતે વાત કરી એ તો આજરોજ તા 26/11/2023 ના બપોરે આશરે 3 વાગે યુગલ પોતાનો બાઈક GJ 01 LU 7832 લઈ ને બાઈક ચાલક હિરેન પરમાર તથા તેમની થનાર પત્ની હિરલ જાદવ આવનાર ફેબ્રવારી માસમાં લગ્ન હોવાથી બંને લગ્નની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. ત્યારે શિવરંજની ચાર રસ્તા ઉપર બંધ સિગ્નલ ઉપર ઉભા હતા તે વખતે એક ખાનગી પટેલ ટ્રાવેલ્સના બસ ચાલક ગંભીરસિંહ સિસોદિયા NL 01B 2196 ના ચાલકે પોતા ની ખાનગી બસ ટ્રાવેલ્સ ચલાવી લાવતા બંધ સિગ્નલ ઉપર ઉભેલા બાઈક ચાલક ઉપર ચડાવી દેતા બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ તથા પાછળ બેઠેલ હિરલ જાદવને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નિપજ્યું હતું.

આખી આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ અકસ્માત થતાની સાથે જ બસ ચાલક ગંભીરસિંહ સિસોદિયા બસ મૂકી ફરાર થતો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ ઝડપીને ટ્રાફીક પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારે ટ્રાફીક પોલીસે ખાનગી પટેલ ટ્રાવેલ્સના ચાલક વિરુદ્ધ પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news