અમદાવાદઃ નવરાત્રિમાં છેડતી કરનાર સામે પોલીસની લાલ આંખ, 141 રોમિયો ઝડપાયા

નવરાત્રી દરમિયાન યુવતીઓની છેડતીની ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઘટનાને પગલે પોલિસ દ્વારા શહેરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદઃ નવરાત્રિમાં છેડતી કરનાર સામે પોલીસની લાલ આંખ, 141 રોમિયો ઝડપાયા

મૌલિક ધામેચા/ અમદાવાદ: નવરાત્રી એટલે મા અંબાની આરાધના કરવાના નવ દિવસ. આ નવ દિવસમાં લોકો મા અંબાની આરતી કર્યા બાર મોડી રાત્રી સુધી ગરબે ઘુમતા હોય છે. ત્યારે નવરાત્રી દરમિયાન યુવતીઓની છેડતીની ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઘટનાને પગલે પોલિસ દ્વારા શહેરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં 141 રોમિયો ઝડપાયા છે.

અમદાવાદમાં છેડતી કરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે. નવરાત્રિ દરમિયાન સક્રિય થયેલી રોમિયો ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસ એલર્ટ છે. પોલીસ અધીકારીઓ, તથા મહિલા હેલ્પલાઇન 181ની 10 ટીમ, સુરક્ષા સેતુની ટીમ પેટ્રોલિંગ કરતી હોય છે. ખાણીપીણીની બજારો, જાહેર જગ્યાઓ તેમજ ક્લબમાં જ્યાં ગરબાનું આયોજન થઈ રહ્યુ છે. નવરાત્રી દરમિયાન યુવતીઓની છેડતીના બનાવ ન બને અને મહિલાઓ નિર્ભય રીતે ફરી શકે તે માટે શહેરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અદાવાદમાં મહિલા પોલીસે આઠમાં નોરતે 14 રોમિયો ઝડપી પાડ્યા છે. બીજીબાજુ રિવરફર્ન્ટ વેસ્ટ પોલીસે 4 રોમિયોને ઝડપી પાડ્યા છે. યુવતીની છેડતીના મામલે પોલીસે અત્યાર સુધીમાં શહેર વિસ્તારમાંથી 141 રોમિયોને ઝડપી પાડ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news