દશેરા પહેલા ફાફડા-જલેબીને પણ મોંઘવારી નડી, ભાવમાં થઈ ગયો 125થી 150 રૂપિયા સુધીનો વધારો
આવતીકાલે રાજ્યભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં અનેક જગ્યાએ દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. આવતીકાલે સવારથી લોકો ફાફડા-જલેબી ખરીદવા માટે લાઈનમાં ઉભા રહેશે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં વધારો થઈ ગયો છે.
Trending Photos
અમદાવાદઃ રાજ્યમા અનેક જગ્યાએ રાવણ દહન સાથે વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરાશે... તો બીજી તરફ દશેરાએ લોકો માણશે ફાફડા જલેબીની જયાફત... એક દિવસ પહેલાથી જ ફરસાણના વેપારીઓને ફાફડા જલેબીના એડવાન્સ બુકિંગ મળી ગયા છે.. જેને પૂર્ણ કરવા કામગીરી ચાલી રહી છે... એક દિવસ પહેલા જ ફાફડા જલેબી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે.. જેથી દશેરાના દિવસે વેચાણ પર ધ્યાન અપાય.
જોકે આ વખતે ફફડા જલેબીના ભાવમાં વધારો પણ થયો છે... તાજેતરમાં તેલના ભાવમાં થયેલા વધારાની અસર ફાફડા જલેબીના ભાવ પર વર્તાઈ રહી છે..ફાફડા જલેબીના ભાવમાં ગત વર્ષ કરતા 125થી 150 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.. ફાફડાનો ભાવ 550થી 700 રૂપિયા છે.. જ્યારે જલેબી 650થી 800 રૂપિયે વેચાઈ રહી છે. જોકે ભાવમાં ભલે વધારો થયો હોય પરંતુ, લોકોના ઉત્સવ ઉજવવાના ઉત્સાહમાં સહેજ પણ ફરક નથી પડ્યો.
એક તરફ દશેરા પહેલા ફરસાણના દુકાનદારોને સમય નથી... સતત ફાફડા જલેબી બનાવીને ઓર્ડર પર ધ્યાન આપી રહ્યા છે. તેવા સમયે અમદાવાદ, વડોદરા સહિતના મહાનગરોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું... તહેવારમાં વેપારીઓ સારા તેલનો ઉપયોગ કરે છે કે નહીં, ખાવાલાયક સામગ્રીનો વપરાશ થાય છે કે નહીં તેની તપાસ હાથ ધરાઈ.... જેમા અમદાવાદમાં ઓસ્વાલ રેસ્ટોરન્ટનું રસોડું જ બંધ કરાવી દેવાયું.. સ્થળ પર ગંદકી જોવા મળતા તંત્રની ટીમે રસોડુ બંધ કરાવ્યું હતું.. બીજી તરફ વડોદરામાં માવા, તેલ સહિતનો જથ્થો સીઝ કરાયો... કુલ 2.28 લાખની કિંમતનો કુલ 1510 કિલો જથ્થો સીઝ કરાયો.
આરોગ્ય વિભાગની કાર્યવાહીની વાત કરીએ તો, સુરતના વરાછામાંથી નકલી ઘીના વેચાણનો પર્દાફાશ થયો... વરાછામાં સુમુલના નામથી નકલી ઘી વેચાતું મળી આવ્યું.... 71 જેટલા નકલી ઘીના ડબ્બા મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે... જ્યારે કે ગીરસોમનાથમાં ભેળસેળયુક્ત તેલ મળી આવ્યું.. ભવાની ઓઈલ મિલમાં ભેળસેળ યુક્ત તેલને ડબ્બામાં ભરીને બ્રાન્ડેડ લેબલ લગાવી વેચવાનું કામ ચાલતું હતું.... અહીં અંદાજે 31 લાખ રૂપિયાનું ભેળસેળયુક્ત તેલ જપ્ત કરી લેવાયું છે..
તહેવારોને ગુજરાતીઓ મનભરીને માણે છે... આ દરમિયાન બહાર ભોજન અને નાસ્તાનું પણ ચલણ વધારે છે.. તેવા સમયે આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે... ગમે તે જગ્યાએથી આરોગેલી વસ્તુ બીમાર પણ પાડી શકે છે. જેથી ફૂડ ડિપાર્ટમેન્ટ પણ એક્શનમાં છે.. આરોગ્ય વિભાગના ચેકિંગમાં અખાદ્ય સામગ્રી પકડાઈ રહી છે.. જોકે અધધ રૂપિયા લીધા બાદ પણ ખરાબ સામગ્રી વાપરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો સામે કડક હાથે કાર્યવાહી આવશ્યક છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે