આબુ, દમણ છોડી હવે ગુજરાતીઓ અહીં જવા કરે છે ભારે પડાપડી! સાપુતારાથી માત્ર 4 કિમી દૂર, કારણ જાણી ચોંકશો

દમણ અને આબુ જેવી જગ્યાઓએ પણ ગુજરાતીઓનો ભારે ધસારો રહે છે. હવે આ બધામાં ગુજરાતીઓએ એક નવી જગ્યા પણ શોધી કાઢી છે. જેના વિશે જાણીને તમે નવાઈ પામશો. 

આબુ, દમણ છોડી હવે ગુજરાતીઓ અહીં જવા કરે છે ભારે પડાપડી! સાપુતારાથી માત્ર 4 કિમી દૂર, કારણ જાણી ચોંકશો

નવરાત્રી જશે પછી દીવાળી આવશે. દીવાળીમાં લાંબુ વેકેશન હોય એટલે લોકો ફરવા માટે પ્લાનિંગ કરતા હોય છે. ગુજરાતીઓને ફરવાનો ખુબ શોખ હોય છે. નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવી તેમને ખુબ ગમતી હોય છે. ગુજરાતમાં તો ફરવાની ઢગલો જગ્યાઓ છે જ....સાથે સાથે ગુજરાત બહાર પણ અનેક જોરદાર હિલ સ્ટેશનો, બીચ વગેરે જગ્યાઓ પર ફરવા જતા હોય છે. પણ જો તમને ગોવા, ઉટી, મનાલી, સિમલા, મસૂરી, માથેરાન, મહાબળેશ્વર...જેવી મજા મેળવવા માટે બહુ દૂર ન જવું પડે અને ગુજરાતની નજીક મળી જાય તો કેવું રહે? આ ઉપરાંત દમણ અને આબુ જેવી જગ્યાઓએ પણ ગુજરાતીઓનો ભારે ધસારો રહે છે. હવે આ બધામાં ગુજરાતીઓએ એક નવી જગ્યા પણ શોધી કાઢી છે. જેના વિશે જાણીને તમે નવાઈ પામશો. 

દીવ-દમણ બાદ હવે આ નવું સ્થળ શોધ્યું
ગુજરાતમાં સાપુતારા, ડોન, વિલ્સન હિલ્સ જેવા પહાડી વિસ્તારો વિશે તમે જાણતા હશો. સાપુતારા તો આંખનો તારો પણ કહેવાય છે. આ બધા પહાડી વિસ્તારોમાં કુદરતી છૂટ્ટા હાથે સુંદરતા વેરી છે. ત્યાં જઈને કુદરતની સુંદરતાનો લ્હાવો લેવો એક જબરદસ્ત અનુભવ બની રહે છે. આ ઉપરાંત દીવ-દમણ જેવા દરિયા કિનારાના વિસ્તારો તો ગુજરાતીઓને ખુબ જ ગમતા હોય છે. 

પરંતુ શું તમને ખબર છે કે ગુજરાતીઓ આજકાલ સાપુતારા કે બીજા પહાડી વિસ્તારો છોડીને એક એવી જગ્યાએ જવા માટે પડાપડી કરી છે કે તમને જાણીને નવાઈ લાગશે. આ જગ્યા વિશે કહેવું હોય તો કહી શકાય કે તે સાપુતારાથી માત્ર 4 કિમી દૂર છે. પરંતુ ગુજરાતમાં નહીં મહારાષ્ટ્રમાં આવેલી છે. જો કે કુદરતી સૌંદર્ય અને નજારામાં આપણા સાપુતારાને તોલે આવે નહીં. એટલી સુવિધા પણ તમને બહુ ન મળે પરંતુ આમ છતાં ગુજરાતીઓને આ જગ્યા કેમ ગમે છે તેની પાછળનું કારણ તમારે જાણવા જેવું છે. 

કેમ ત્યાં જવા માટે ગુજરાતીઓ કરે છે પડાપડી
ગુજરાતીઓની નવી પસંદગી બનેલી આ જગ્યાનું નામ છે હતગડ. હતગડ કરતા પણ સારી જગ્યાઓ ગુજરાતમાં છે પરંતુ ગુજરાતીઓ કેમ અહીં જવા માટે પડાપડી કરે છે તેની પાછળ કારણ શું હોય? વાત જાણે એમ છે કે અહીં દારૂની છૂટ છે જેના કારણે પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહ્યું છે. જ્યારે સાપુતારામાં દારૂબંધી છે. સુવિધાઓ જો કે તમને કઈ બહુ જોવા મળે નહીં છતાં ત્યાં રીતસરની ગુજરાતીઓની ફરવા માટેની તો ખરી પરંતુ સાથે સાથે ત્યાં રોકાણ કરવા માટેની પણ હોડ જામી છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા એક દાયકામાં હતગડમાં ગુજરાતી રોકાણકારોએ 1 હજાર કરોડથી વધુની જમીન અને બિલ્ડિંગોમાં રોકાણ કરેલું છે. 

તમને એ પણ જણાવી દઈએ કે આજકાલ હતગડમાં એકદમ આલીશાન હોટલો, રિસોર્ટ પણ બની રહ્યા છે.  રેડીશન બ્લ્યુ ફાઈવ સ્ટાર હોટલ, મહિન્દ્રા ક્લબ, સ્ટ્રોબેરી હિલ રિસોર્ટ, સહિતની કરોડોના ખર્ચે બની રહેલા રિસોર્ટ અને હોટલ એ વાતની સાક્ષી પૂરે છે કે હતગડ લોકોને ખુબ આકર્ષી રહ્યું છે. નવાઈની વાત એ છે કે આ જે રોકાણ જોવા મળી રહ્યું છે તેમાં પણ મોટાભાગે ગુજરાતીઓનો ફાળો છે. જો કે હતગડનો દારૂ છૂટને કારણે જે વિકાસ વધી રહ્યો છે તે સાપુતારા માટે જાણે ચિંતાનો વિષય બની રહ્યો છે. સાપુતારાના હોટલ માલિકોનું તો એવું પણ માનવું છે કે સરકારી નિયમોને આધીન સાપુતારામાં પણ હવે છૂટ મળવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news