રાજ્યના 10 હજારથી વધુ HTAT આચાર્યનું સરકાર સામે આંદોલન
ગુજરાત રાજ્ય HTAT હિતરક્ષક સમિતિ દ્વારા ત્રિમંદીર ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પડતર પ્રશ્નોને લઈને આચાર્યો દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે અનેક વખત સરકારને રજૂઆત બાદ પણ પ્રશ્નોનું નિરાકરણના આવતા ધરણા પર બેઠા હતા
Trending Photos
આશ્કા જાની/ અમદાવાદ: ગુજરાત રાજ્ય HTAT હિતરક્ષક સમિતિ દ્વારા ત્રિમંદીર ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પડતર પ્રશ્નોને લઈને આચાર્યો દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે અનેક વખત સરકારને રજૂઆત બાદ પણ પ્રશ્નોનું નિરાકરણના આવતા ધરણા પર બેઠા હતા. રાજ્યના 10 હજારથી વધુ HTAT આચાર્યોએ સરકાર સામે આંદોલન ઉપાડ્યું છે.
4200ની જગ્યાએ 4400 ગ્રેડ પે લાગુ કરવા HTAT આચાર્યોએ માંગ કરી છે. 2012માં HTAT કેડર લાગુ કરાઈ હતી પરંતુ હજી સુધી નિયમો બન્યા નથી. નિયમોના અભાવે HTAT આચાર્ય કરતા શિક્ષકોનો પગાર વધારે છે. જેને લઇ તાત્કાલિક બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણના નિયમો બનાવવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓવર સેટઅપનો પરિપત્ર રદ કરવા માંગ કરાઈ છે.
તેમજ ધોરણ 1થી 8માં 250 વિદ્યાર્થીઓને એક HTAT આચાર્યને બદલે 150 વિદ્યાર્થીઓને એક HTAT આચાર્ય આપવા માંગ કરી છે. ગુજરાત રાજ્ય HTAT હિતરક્ષક સમિતિ દ્વારા આજે સરકારને આવેદનપત્ર આપવામાં આવશે. શિક્ષણ મંત્રીને આજે 3 વાગે મળીને HTAT આચાર્યો દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે. જ્યાં સુધી માંગણીઓ પુરી નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમજ આગામી દિવસોમાં પણ આંદોલન ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે