ફરી ગુજરાતમાં ગૃહવિભાગમાં બદલીનો ગંજીપો ચિપાયો! 6 IPS અને 2 dyspની બદલીના આદેશ
રાજ્ય પોલીસ દળમાં ફરજો બજાવતા સીધી ભરતીના આઈ પી એસ અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને ગાંધીનગરથી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા મોકલાયા છે જ્યારે રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દ્વારકા મોકલાયા છે
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ફરી ગૃહવિભાગમાં બદલીનો ગંજીપો ચિપાયો છે. વધુ 6 IPS અને 2 dyspની બદલીના આદેશ અપાયા છે. રાજ્ય પોલીસ દળમાં ફરજો બજાવતા સીધી ભરતીના આઈ પી એસ અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને ગાંધીનગરથી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા મોકલાયા છે જ્યારે રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દ્વારકા મોકલાયા છે.
ઉલ્લેખનીય છે કે નિધિ ઠાકુરની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે કામરેજ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. કોરૂકોંડા સિદ્ધાર્થને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દાહોદ ખાતે મોકલવામાં આવ્યા છે. ડીવાયએસપી વરુણ વસાવાને નાયબ પોલીસ અધિક્ષક તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જયવીરસિંહ એન ઝાલાની વિભાગીય પોલીસ અધિકારી જામનગર તરીકે બદલી કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે