જો આવી કોઈ ભૂલ કરતા હોવ તો ચેતી જજો...ડોક્ટર પણ નહી લે જવાબદારી

Skin Care Tips: માત્ર જમવું અગત્યનું નથી હોતું. તમે ક્યારે જમો છો અને શું જમો છો એ પણ ખાસ અગત્યનું હોય છે. ત્યારે તમે પણ જો આવી કોઈ ભૂલ કરતા હોવ તો ચેતી જજો...

જો આવી કોઈ ભૂલ કરતા હોવ તો ચેતી જજો...ડોક્ટર પણ નહી લે જવાબદારી

Shower Mistakes: આજે સમગ્ર દેશના મોટાભાગના રાજ્યોમાં હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. તેવામાં લોકો સતત AC, કુલર અને પંખાનો ઉપયોગ કરી રહ્યાં છે. જો આ વસ્તુઓથી પણ ગરમી સામે રાહત ન મળે તો શરીરને ઠંડક પહોંચાડવા લોકો દિવસમાં 2થી વધારે વાર સ્નાન કરતા હોય છે. લોકો એ હદે ગરમીથી ત્રાસી ગયા છે કે ઓફિસેથી અથવા બહારથી આવતાની સાથે જ તેઓ સીધા સ્નાન કરવા ચાલ્યા જાય છે. સ્નાન કરવામાં કંઈ ખોટું નહીં પરંતુ લોકો ઘણીવાર એવી ભુલો કરે છે જે ન કરવી અનિવાર્ય છે. 

ઘણા લોકો ભોજન લીધા બાદ કેટલાક લોકો તરત સ્નાન કરતા હોય છે. આ એક ખરાબ આદત છે જે અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. આ આદતને કારણે લોકોના શરીરનો વજન પણ વધી શકે છે. તેમજ કબજિયાતની સમસ્યા પણ સર્જાઈ શકે છે. આ તો એક આદત રહી, આવો જાણીએ એવી કેટલીક ખરાબ આદતો, જે આપણે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવી જોઈએ.

1) ભોજન લીધા બાદ ફળ ન ખાવા-
મોટા ભાગના લોકો ભોજન લીધા બાદ ફળ ખાતા હોય છે. આ આદતથી પેટની સમસ્યા સર્જાઈ શકે છે. આવું કરવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

2) ભોજન લીધા બાદ સ્નાન ન કરવું-
સવારનો નાસ્તો હોય કે રાત્રી ભોજન, જમ્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમને કબજિયાતની સમસ્યા થઈ શખે છે. હકીકતમાં, સ્નાન કર્યા પછી, શરીરનું તાપમાન ઘટી છે, જેથી ભોજનને પચવામાં સમય લાગે છે.

3) ભોજન લીધાની તરત બાદ સુઈ ન જવું-
ભોજન લીધા બાદ લોકોને આળસ આવતા તેઓ મોટા ભાગે સુઈ જાય છે. આ સ્થિતિમાં તમારું શરીર ભોજનને પચાવી શક્તું નથી. એટલે જ કહેવામાં આવે છે કે ભોજન લીધાની 10-15 મિનિટ સુધી વોકિંગ કરવું જોઈએ.

4) ભોજન લીધા બાદ સ્મોકિંગ ન કરવું-
ઘણા લોકોને ભોજન લેતા સમયે અથવા લીધા બાદ સ્મોકિંગની આદત હોય છે. આ એક ખરાબ આદત છે જેને કારણે લોકોની પાંચનક્રિયાને અસર થાય છે. જેના પરિણામે શરીર વધે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news