CMના આદેશ બાદ કોર્પોરેશન ‘સાફ કરશે સાબરમતી’, નદીમાં આવતુ ગંદુ પાણી થશે બંધ

કોર્પોરેશન દ્વારા આગામી પર્યાવરણ દિવસને લઇને સાબરમતી નદીને સાફ કરવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. અમદાવાદના મેયર બિજલ પટેલ દ્વારા આ અંગે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર યુદ્ધના ધોરણે સાબરમતી નદીને સાફ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

CMના આદેશ બાદ કોર્પોરેશન ‘સાફ કરશે સાબરમતી’, નદીમાં આવતુ ગંદુ પાણી થશે બંધ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: કોર્પોરેશન દ્વારા આગામી પર્યાવરણ દિવસને લઇને સાબરમતી નદીને સાફ કરવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. અમદાવાદના મેયર બિજલ પટેલ દ્વારા આ અંગે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર યુદ્ધના ધોરણે સાબરમતી નદીને સાફ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ અંગે મ્યુન્સિપલ કમિશનર વિજય નહેરાએ સંબોધન કરતા કહ્યું કે, વર્ષોથી સાબરમતી નદીમાં દૂષિત પાણી જતુ હતું. જેથી પાણીની ગુણવત્તા ખરાબ થઇ ગઇ હતી. આગામી 4 મહિનામાં 4 તબક્કામાં નગીને સાફ કરવાનું મહાઅભિયાન ચલાવામાં આવશે. દરરોજ નદીમાં 18 કરોડ લીટર અનટ્ટીટેડ ગટરનું પાણી નદીમાં આવે છે. ગાંધી જયંતિના દિવસે સાબરમતીને સાફ કરીને બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે.

  •  નદીમાં ભરાઈ રહેલું ગંદુ પાણી વહેવડાવુ
  •  નદીમાં આવતું ગટરનું પાણી સંપૂર્ણપણે બંધ કરવું 
  •  નદીના પટમાં રહેલો સુકાયેલો કચરો સાફ કરવો
  •  વરસાદનું સ્વચ્છ પાણી અને રીટ્રીટ પાણીથી સાબરમતીને પુર્નજીવિત કરવી

5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે સવારે 7 કલાકે મુખ્યમંત્રીના હસ્તે મહાઅભિયાને શરૂ કરવામાં આવશે. આ મહાઅભિયાનમાં શહેરના નાગરિકોને પણ જોડાવા માટે કોર્પોરેશન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આગામી 4 મહિનામાં સાબરમતી નદી સંપૂર્ણ પણે સાફ કરી દેવામાં આવશે અને નદીને પૂનઃ જીવિત કરવામાં આવશે. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news