મિશન 150+ને પાર પાડવા કમલમમાં PM નું મંથન, બાંકડે બેસીને નેતાઓ સાથે હળવા અંદાજમાં ચર્ચા કરી

Gujarat Elections 2022 : બોટાદમાં જનસભા સંબોધ્યા બાદ ગાંધીનગરમાં ભાજપ કાર્યાલયે પહોંચ્યા PM મોદી.. મિશન 150+ને પાર પાડવા કમલમમાં કરશે મંથન.. સીએમ અને સીઆર પાટીલ સહિતના ટોચના હોદ્દેદારો બેઠકમાં હાજર... 

મિશન 150+ને પાર પાડવા કમલમમાં PM નું મંથન, બાંકડે બેસીને નેતાઓ સાથે હળવા અંદાજમાં ચર્ચા કરી

Gujarat Elections 2022 ગાંધીનગર :ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. ત્યારે પીએમ મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે PM મોદી સૌરાષ્ટ્રભરમાં ફરી વળ્યાં હતા. સોમનાથ મહાદેવના દર્શન કરીને વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા સંબોધી હતી. ચાર સભા સંબોધ્યા બાદ PM મોદી ભાજપ કાર્યાલય કમલમમાં પહોચ્યા હતા. પ્રઘાનમંત્રીએ લગભગ 40 મિનિટનો સમય કમલમમાં વિતાવ્યો છે. હળવાશની પળોમાં કમલમમાં એક બાંકડા પર બેસીને કમલમમાં તમામ નેતાઓ સાથે વાત કરી હતી. એક તરફ જ્યાં ગુજરાતની ચૂંટણીનું ટેન્શન છે, ત્યાં બીજી તરફ પ્રધાનમંત્રીએ નેતાઓનું ટેન્શન દૂર કરીને હળવાશના અંદાજમાં વાત કરી હતી. જેના બાદ તેઓ રાજભવન જવા રવાના થયા હતા.

નેતાઓ સાથે હળવા મૂડમાં બાંકડા પર બેસીને વાત કરી
પ્રધાનમંત્રી ઓચિંતી કમલમની મુલાકાતે આવ્યા હતા. જોકે, તેમણે એકદમ હળવાશની મૂડમાં જુના સહયોગી, કાર્યકરો અને નેતાઓ સાથે વાત કરી હતી. ખાસ વાત તો એ છે કે, પ્રધાનમંત્રીએ કમલમમાં બાકડા પર બેસીને નેતાઓ સાથે એકદમ હળવાશના મૂડમાં વાતચીત કરી. હળવા મૂળમાં તેઓએ કાર્યાલય મંત્રી સાથે વાતચીત કરી હતી. કમલમના સ્ટાફ સાથે પરિવારના મોભી તરીકે વાત કરી હતી. જેથી તમામ નેતાઓમાં પણ નવો પ્રાણ પૂરાયો હતો. ભાગ્યેજ આવા દેશના વડાપ્રધાન હોય જે કોમનમેન કે કાર્યકર્તા તરીકે લોકોના હાલચાલ પૂછતા હોય. તેઓએ નેતાઓ સાથે ઈન્ફોર્મલ વાતચીત કરતા જુના કાર્યાલયના સ્ટાફના પરિવારની ચિંતા પણ વ્યક્ત કરી હતી. 

રાજભવન જતાં પહેલાં પહોંચ્યા કમલમ
ગુજરાત પ્રવાસના બીજા દિવસના વિવિધ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી રાજભવન પહેલા કમલમની મુલાકાત લેવા પહોચ્યા હતા. કમલમ ખાતે એસપીજી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં ગોઠવાયા હતા. PM મોદીના આગમન પહેલા મુખ્યમંત્રીનો કાફલો કમલમ પહોંચ્યો હતો. તો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કમલમ ખાતે પહોંચ્યા હતા.

બોટાદમાં જનસભા સંબોધ્યા બાદ PM મોદીગાંધીનગરમાં ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા. ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મિશન 150+ને પાર પાડવા પીએમ કમલમમાં મંથન કરશે. જેમાં સીએમ અને સીઆર પાટીલ સહિતના ટોચના હોદ્દેદારો બેઠકમાં હાજર રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news