Shraddha Murder Case: આફતાબે મેદાનગઢી તળાવમાં ફેંક્યું હતું શ્રદ્ધાનું માથુ? પોલીસ ખાલી કરાવી રહી છે પાણી

Delhi Crime: શું આરોપી આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કર્યાં બાદ તેના માથાને દિલ્હીના મેદાનગઢીમાં ડંપ કરી દીધું? સૂત્રો પ્રમાણે આફતાબે પોલીસ પૂછપરછમાં આ વિશે ક્લૂ આપી છે, ત્યારબાદ પોલીસ ટીમ કોર્પોરેશનના કર્મચારીઓની મદદથી તળાવમાંથી પાણી ખાલી કરાવી રહી છે. 

Shraddha Murder Case: આફતાબે મેદાનગઢી તળાવમાં ફેંક્યું હતું શ્રદ્ધાનું માથુ? પોલીસ ખાલી કરાવી રહી છે પાણી

નવી દિલ્હીઃ Shraddha Murder Case Latest Updates: પોતાના પ્રેમી આફતાબ પૂનાવાલાના હાથે ક્રૂર હત્યાનો શિકાર થયેલી શ્રદ્ધાના શરીરના અંગો શોધવા પોલીસ માટે મોટો પડકાર બનેલો છે. સૂત્રો પ્રમાણે આરોપી આફતાબે દિલ્હી પોલીસની સામે સ્વીકાર્યું કે તેણે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના માથાને મેદાનગઢીના મડૂની તળાવમાં ફેંક્યું હતું. હવે પોલીસ માથુ શોધવા માટે તળાવમાંથી પાણી ખાલી કરાવી રહી છે. જેથી મૃતકનું માથુ કબજે કરી શકાય.

2022 પોલીસકર્મીઓનું જંગલમાં કોમ્બિંગ
જાણકારી પ્રમાણે દિલ્હી પોલીસે શ્રદ્ધાના અંગો શોધવા માટે રવિવારે મોટું અભિયાન ચલાવ્યું હતું. આશરે 200 પોલીસકર્મીઓએ એક સાથે મેહરૌલીના જંગલમાં કોમ્બિંગ કરી મૃતકના શરીરના અવશેષ શોધવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે આ સર્ચ અભિયાનમાં પોલીસને એક માથાના ભાગનો નીચેનો ભાગ એટલે કે જડબું મળ્યું છે. તે શ્રદ્ધાનું છે કે નહીં તેની તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું છે. તો બીજી ટીમે મેદાનગઢીમાં તળાવને ખાલી કરાવવાનું કામ શરૂ કરી દીધુ છે. તેથી કોર્પોરેશનના કર્મચારીઓની મદદ લેવામાં આવી રહી છે. 

તપાસ માટે મુંબઈ પહોંચી હતી પોલીસની ટીમ
પ્રાપ્ત જાણકારી અનુસાર દિલ્હી પોલીસની એક ટીમ મુંબઈમાં તપાસ કરવા પહોંચી હતી. સૂત્રોનું કહેવું છે કે મુંબઈના વસઈથી જ્યારે આફતાબનો પરિવાર મીરા રોડ શિફ્ટ થયો હતો તો તેણે એક ખાનગી પેકર્સ એન્ડ મૂવર્સની શિફ્ટ થવામાં મદદ લીધી હતી. તેવામાં દિલ્હી પોલીસે તે વ્યક્તિની મીરા રોડના નવા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી આફતાબના પરિવાર વિશે જાણકારી લીધી છે. 

પિતા અને ભાઈના લીધા ડીએનએ સેમ્પલ
સૂત્રો પ્રમાણે દિલ્હી પોલીસે શ્રદ્ધાના અવશેષોની ઓળખ માટે તેના પિતા અને ભાઈના બ્લડ સેમ્પલ લીધા છે. તેના ડીએનએનો જંગલમાંથી મળેલા હાડકાં સાથે મેચ કરવામાં આવશે, જેનાથી ખબર પડી શકે કે આ અવશેષ ખરેખર તેના છે. કહેવામાં આવી રહ્યું છે કે આઠથી 10 દિવસની અંદર ડીએનએ તપાસનો રિપોર્ટ આવી શકે છે. ત્યારબાદ પોલીસને આ કેસની તપાસ માટે યોગ્ય દિશા મળશે. પોલીસ પૂછપરછમાં આફતાબ અલગ-અલગ નિવેદન આપી રહ્યો છે. જેના કારણે પોલીસને કોઈ મજબૂત પૂરાવા મળી રહ્યાં નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news