એક-બે નહીં પાંચ ગર્લફ્રેન્ડના મોજશોખ પૂરા કરવા યુવક લૂંટારો બન્યો! જેલમાં ગેંગ બનાવી બનાવ્યો પ્લાન, પણ...
સુરત શહેરમાં લૂંટારાઓ બેફામ બન્યા છે. થોડા દિવસ પહેલાજ રાત્રે અડાજણમાં લૂંટ તો દિવસે ઉધના વિસ્તારમાં લૂંટનો પ્રયાસ કરાયો હતો. ઉધના મુખ્ય રોડ પર જ આવેલ સિલિકોન શોપિંગ સેન્ટરમાં અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીમાં બંદૂક બતાવી અને ચપ્પુ વડે હુમલો કરી લૂંટ કરવામાં આવી હતી.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરત ઉધના સિલિકોન શોપિંગ સેન્ટર આંગણીયા પેઢીમાં બંદૂક બતાવી ચપ્પુ વડે હુમલો કરી લૂંટનો પ્રયાસ કરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ જેલમાં ગેંગ બનાવી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ગર્લફ્રેન્ડોના મોજશોખ પૂરા કરવા માટે લૂંટ કરતો હતો.
સુરત શહેરમાં લૂંટારાઓ બેફામ બન્યા છે. થોડા દિવસ પહેલાજ રાત્રે અડાજણમાં લૂંટ તો દિવસે ઉધના વિસ્તારમાં લૂંટનો પ્રયાસ કરાયો હતો. ઉધના મુખ્ય રોડ પર જ આવેલ સિલિકોન શોપિંગ સેન્ટરમાં અંબાલાલ હરગોવનદાસ આંગડિયા પેઢીમાં બંદૂક બતાવી અને ચપ્પુ વડે હુમલો કરી લૂંટ કરવામાં આવી હતી. તે દરમ્યાન પોલીસ આવી જતા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. અન્ય આરોપીઓને પકડી પાડવા સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી.
પોલીસે શોપિંગ સેન્ટરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા લૂંટારૂઓએ રેકી કરીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે, લૂંટારૂઓ લૂંટ કરવામાં સફળ રહ્યા ન હોતા. ભાગવા જતાં ત્રણમાંથી એક લૂંટારૂ પડી જતાં ઝડપાઈ ગયો હતો.જેમાં ત્રણ શખ્સ લૂંટ કરવા આવ્યા હતાં. સીસીટીવી કેમેરામાં પણ દેખાઈ આવે છે કે એક આરોપીના હાથમાં બંદૂક હોય છે અને અન્ય એક આરોપી આંગણીયા પેઢીના માલિક પર ચપ્પુ વડે હુમલો કરે છે.
આંગણીયા પેઢીના માલિકે બૂમાબૂમ કરતા શોપિંગ સેન્ટર ની આજુબાજુના દુકાનદારો દોડી આવ્યા હતા.તાત્કાલિક ઉધના પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.ઘટના સ્થળ પરથી જ લૂંટ કરવા આવેલા એક આરોપીને પકડી પાડ્યા હતા. પોલીસે તપાસ કરતા લૂંટની ઘટનાનો સમગ્ર પ્લાન જેલની અંદર બન્યો હતો. પોલીસ પકડમાં લૂંટની ઘટનાનો પ્લાન કરનાર મુખ્ય આરોપી અમિત સિંહ ચંદ્રદેવ સિંહ રાજપુત ખટોદરા વિસ્તારમાં 2011માં મુન્ના ભરવાડ હત્યા પ્રકરણમાં બંદૂક આપવાના કેસમાં જેલમાં બંધ હતો.
જેલમાં અન્ય ગુનામાં બંધ આરોપી રાજુસિંહ બહાદુરસિંહ જાતે, લૂંટની ઘટનાની ટ્રીપ આપનાર ધ્રુવનારાયણ રામાપતિ સિંહ રાજપુત,જોગીન્દ્ર ગૌડ સહિત સાહિલ ઉર્ફે ગુડ્ડુ અગ્રવાલ પાંચે આરોપીઓની એકબીજા સાથે જેલમાં મુલાકાત થઈ હતી. જેલી અંદર તેઓ એક ગેંગ બનાવી લીધી હતી. જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓએ લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. આરોપી બધ્રુવનારાયણ રામાપતિ સિંહ રાજપુતે ઉધના સિલિકોન શોપિંગ સેન્ટરના આંગણીય પેઢીમાં લૂંટ કરવા ટ્રીપ આપી હતી.આરોપીએ બંદૂક બતાવી ચપ્પુ વડે હૂમલો કરી લૂંટ કરતા તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
પોલીસ કે સ્ટડીમાં પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય અમિત સિંહ ચંદ્રદેવ સિંહ રાજપુત હાલ મુંબઈમાં રહેતો હતો અને મુંબઈથી સુરતમાં લૂંટની ઘટનાને અંજામ આપવા રેખી કરવા આવતો હતો. પોલીસ તપાસમાંએ પણ બહાર આવ્યું છે કે આરોપીની એક નહીં પરંતુ ચારથી પાંચ ગર્લફ્રેન્ડો છે અને તેમના મોજશોખ પુરા કરવા આરોપીએ લૂંટ કરી હતી. પરંતુ લૂંટનો પ્લાન નિષ્ફળ ગયો હતો. હાલ ઉધના પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડી કરી જેલના સળિયા પાછળ ધકેલી ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓ ને વોન્ટેડ જાહેર કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે