સાંસદ નારણ કાછડીયાને બ્લેકમેલ કરનાર યુવક રાજસ્થાનથી પકડાયો

Honeytrap News : સાંસદ નારણ કાછડિયા બન્યાં હતા હનીટ્રેપનો શિકાર... સાંસદના ફોન પર અજાણ્યા નંબર પરથી આવ્યો અશ્લિલ વીડિયો કોલ... બ્લેકમેલ કરનાર આરોપી રાજસ્થાનના અલવર ખાતેથી ઝડપાયો
 

સાંસદ નારણ કાછડીયાને બ્લેકમેલ કરનાર યુવક રાજસ્થાનથી પકડાયો

કેતન બગડા/અમરેલી :કેતન બગડા/અમરેલી :ગુજરાતમાં સાયબર ક્રાઈમની ફરિયાદો વધી રહી છે. આ વચ્ચે હનીટ્રેપના કિસ્સા પણ વધી રહ્યાં છે. ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડીયા હનીટ્રેપનો શિકાર બન્યા હતા. સાંસદ નારણ કાછડીયાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. નારણ કાછડીયાના મોબાઈલમાં અજાણ્યા નંબર ઉપરથી વીડિયો કોલ આવ્યો હતો, જેમાં સામેની વ્યક્તિ નિર્વસ્ત્ર હતી તે જોઈ સાંસદે ફોન કાપી નાંખ્યો હતો. તેમજ  અજાણ્યા નંબર ઉપરથી વીડિયો વાયરલ કરી દેવાની ધમકી પણ મળી હતી. ત્યારે આ ઘટના બનતા સાંસદના અંગત મદદનીશ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ હાથ ધરી હતી અને રાજસ્થાનથી આ સાયબર ક્રાઇમના આરોપીને પોલીસે પકડી પાડ્યો.

થોડા દિવસો પહેલા અમરેલી સાંસદ નારણ કાછડીયાના મોબાઇલમાં અજાણ્યા નંબર ઉપરથી વીડિયો કોલ આવ્યો હતો. જેમાં સામેની વ્યક્તિ નિર્વાસ્ત્ર જોવા મળી હતી. સાંસદે તુરંત જ મોબાઈલ કટ કર્યો હતો. ત્યારબાદ તેમને બ્લેકમેલ કરવાની અને રૂપિયા પડાવવાની ધમકીઓ મળતી હતી. સાંસદના અંગત મદદનીશે અમરેલી પોલીસને આ નંબર અને હકીકત જણાવી ફરિયાદ દાખલ કરી હતી. અમરેલી પોલીસે આ અજાણ્યા નંબર ઉપર ટેકનિકલ સર્વેલન્સ સાયબર ક્રાઇમ અને અન્ય મદદના આધારે સાયબર ક્રાઇમ આચરનાર વ્યક્તિને રાજસ્થાનના અલવર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે તપાસ કરતા મોબાઈલ નંબર રાજસ્થાનના અલવરમાં ટ્રેસ થયો હતો અને રાજસ્થાનના અલવર ખાતેથી આ આરોપીને પોલીસે દબોચી લીધો. પ્રાથમિક તપાસમાં આરોપીનું નામ સાદિક હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ આરોપીની વિવિધ પ્રકારે તપાસ અને માહિતીની પૂછપરછ ચાલુ કરી છે. વધુમાં અમરેલી પોલીસ જણાવ્યું છે, આ પ્રકારની કોઈ પણ સાથે હરકત કે ઘટના બની તો તુંરત જ પોલીસને જાણ કરવી જેથી સાઇબર ક્રાઇમ અટકાવી શકાય.

અશ્લીલ વીડિયો કોલ કરીને વ્યક્તિને બદનામ કરવા માટે રૂપિયા પડાવવા માટેની અનેક ઘટનાઓ વધી રહી છે. ત્યારે આ ઘટનાનો ભોગ બનનાર વ્યક્તિઓ પોલીસ પાસે પહોંચતા શરમ અનુભવે છે અને મોડું કરે છે. જેના પરિણામે આરોપી સુધી પહોંચવું અઘરું બની જતું હોય છે. જો તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવે તો આવી ઘટના અટકાવી શકાય છે. ત્યારે લોકો આ બાબતની ગંભીરતા લે. મોબાઈલ વીડિયો કોલ ના ઉપાડે તો આ ઘટના અટકાવી શકાય. ત્યારે હવે જોવાનું એ રહેશે કે લોકો કેટલા જાગૃત બને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news