અમદાવાદ: સગીરાનો અંગત વીડિયો VIRAL કરી, બિભત્સ માંગણી કરનાર શખ્સ ઝડપાયો

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક કિશોરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવારજનોએ કેટલાક યુવકો પર આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી હતી. આ ગુનામાં આરોપી છેલ્લા થોડા સમયથી તે ફરાર હતો. સરદારનગર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદ: સગીરાનો અંગત વીડિયો VIRAL કરી, બિભત્સ માંગણી કરનાર શખ્સ ઝડપાયો

અમદાવાદ : અમદાવાદના સરદારનગર વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક કિશોરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવારજનોએ કેટલાક યુવકો પર આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી હતી. આ ગુનામાં આરોપી છેલ્લા થોડા સમયથી તે ફરાર હતો. સરદારનગર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે માહિતીનાં આધારે સમય ગાગડેકર નામના યુવકની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ પોલીસે 3 લોકોની ધરપકડ કરી લીધી છે. જેમાં ચોથો આોપી છે. આરોપીઓએ ભેગા મળીને સગીરાને આપઘાત કરવા માટે મજબુર કરી હતી. જેના કારણે સગીરાએ આપઘાત કર્યો હતો. જો કે તે યુવતી પાસે બિભત્સ માંગણીઓ કરી રહ્યા હતા. 

પોલીસનાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ સગીરા પાસેથી બીભત્સ માંગણીઓ કરી હતી અને તેનો અશ્લીલ વીડિયો વાયરલ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ સગીરાનો પીછો કરી હાથ પકડીને શારીરિક સંબંધ રાખવા માટેની માંગણીઓ કરાત હતા. સગીરાનો અંગત વીડિયો વાયરલ કર્યો હતો. રોજેરોજની હેરાનગતિથી કંટાળેલી યુવતીએ આખરે આપઘાત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news