ચિલોડા-તપોવન એસપી રિંગરોડ પર ટ્રેલરની અડફેટે એકનું મોત, 3 ઇજાગ્રસ્ત

ચિલોડા- તપોવન સર્કલ એસ.પી રિંગરોડ પર ટ્રેલરના ડ્રાઇવરે ત્રણ  ગાડીઓને અડફેટે લેતા એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

ચિલોડા-તપોવન એસપી રિંગરોડ પર ટ્રેલરની અડફેટે એકનું મોત, 3 ઇજાગ્રસ્ત

અમદાવાદ : ચિલોડા- તપોવન સર્કલ એસ.પી રિંગરોડ પર ટ્રેલરના ડ્રાઇવરે ત્રણ  ગાડીઓને અડફેટે લેતા એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ લોકોને ગંભીર સ્થિતીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનાં પગલે રોડ પર લોકોનાં ટોળેટોળા ભેગા થઇ ગયા છે. સમગ્ર રોડ પર ટ્રાફીક જામની સ્થિતી સર્જાઇ છે. હાલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર થાય તે પહેલા સ્થાનિકો દ્વારા તેને ઝડપી લેવામાં આવ્ય હતો. 

વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકો દટાયા 1ના મોતની આશંકા
ઘટના અંગેવિગતે મળતી માહિતી અનુસાર ચિલોડાથી તપોવન સર્કલ બાજુ રજા રસ્તા પર અચાનક એક બેકાબુ ટ્રકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. જ્યારે એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે સ્થાનિક લોકો દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો.  જ્યારે અકસ્માત બાદ સમગ્ર રોડ પર ભારે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ ટ્રાફીક ક્લિયર કરાવ્યો હતો. 
જીતુ વાઘાણી સાથે શીર્ષ સંવાદ: 'ચૂંટણી વ્યક્તિ નહીં પરંતુ કમળ લડે છે, લોકો કમળને મત આપે છે'

થરાદના અપક્ષ ઉમેદવારનો ધમકી મળ્યાનો આક્ષેપ, ગ્રામજનો સાથે બોલાચાલીનો VIDEO વાઈરલ
જી ડિવિઝન ટ્રાફીક પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ટ્રાફીક ક્લિયર કરાવવામાં આવ્યો હતો. ડ્રાઇવરને પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જ્યા મૃતકનું પંચનામુ કરીને તેનું શરીર પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. જ્યારે અન્ય ઘાયલોની સારવાર બાદ તેમના નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તપોવન સર્કલ પર ભારે વાહનોની અવરજવરના કારણે અકસ્માતો છાશવારે સર્જાતા રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news