ભુજોડીના કસબીને આંતરરાષ્ટ્રીય સન્માન; 400 વર્ષ જૂની લુપ્ત થતી કળાને ઇંગ્લેન્ડે આ એવોર્ડ આપી નવાઝ્યું!

કચ્છમાં હાલમાં આ કળા સાથે સંકળાયેલા કારીગર જયમલ માયા મારવાડાએ જણાવ્યું હતું કે, આ કળા 400 વર્ષ જૂની કળા છે અને તેમના બાપ દાદાના સમયથી ચાલી આવતી કળા છે.

ભુજોડીના કસબીને આંતરરાષ્ટ્રીય સન્માન; 400 વર્ષ જૂની લુપ્ત થતી કળાને ઇંગ્લેન્ડે આ એવોર્ડ આપી નવાઝ્યું!

રાજેન્દ્ર ઠક્કર/ભુજ: કચ્છમાં ગામડે ગામડે કલા અને કારીગરો રહેલા છે. અહીં સદીઓ જૂની રોગન આર્ટ હોય કે સંગીત કચ્છની ધરતી પર કલાનો ખજાનો  છે. આવી જ એક વિશ્વ વિખ્યાત કલા છે કચ્છનું વુડન આર્ટ. જેમાં લાકડા પર ઝીણી કોતરણી કરીને તેમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે. વુડન કાર્વિંગ કલામાં કરવામાં આવતી કોતરણી માત્ર હાથેથી વિવિધ ઓજારો વડે જ થાય છે. 

કચ્છમાં હાલમાં આ કળા સાથે સંકળાયેલા કારીગર જયમલ માયા મારવાડાએ જણાવ્યું હતું કે, આ કળા 400 વર્ષ જૂની કળા છે અને તેમના બાપ દાદાના સમયથી ચાલી આવતી કળા છે અને તેઓ પણ જ્યારે 15 વર્ષના હતા ત્યારથી આ કલા સાથે સંકળાયેલા છે. હાલમાં 55 વર્ષની ઉંમરે તેમની સાથે તેમના બે દીકરા વિજય અને રાજેશ પણ તેમની સાથે જોડાયા છે અને આ કળાને લુપ્ત થતી બચાવવી રહ્યા છે કારણ કે આજના આધુનિક યુગમાં મશીનરી મારફતે વુડન કાર્વિંગ કરવામાં આવે છે પરંતુ આજે પણ હાથેથી કોતરણી કરેલ વસ્તુઓનું મહત્વ અકબંધ છે.

જયમલ મારવાડા મૂળ કચ્છના ખાવડા પાસેના લુડિયા ગામના વતની છે અને છેલ્લાં 35 વર્ષોથી તેઓ ભુજ તાલુકાના ભૂજોડી ગામે રહે છે અને 40 વર્ષોથી લાકડા પર કોતરણીનું કામ કરે છે. તેમનો પૂરો પરિવાર હસ્તકલા સાથે સંકળાયેલો છે તેમના પરિવારની મહિલાઓ પણ કચ્છી ભરતકામ કરે છે. તેઓ પણ વારસાગત કળા સાથે સંકળાયેલા છે.

No description available.

જયમલભાઇને આ કળા માટે વર્ષ 2017માં સ્ટેટ એવોર્ડ મળેલ છે તો વર્ષ 2020માં તેમના દીકરા રાજેશને પણ આ કળા માટે સ્ટેટ એવોર્ડ મળ્યું છે તો તાજેતરમાં જ જયમલ ભાઈને આંતર-રાષ્ટ્રીય બહુમાન ભુજોડીમાં તેમના ઘેર રૂબરૂ આવી અર્પણ કરવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડના ગ્લોબલ બૂક ઓફ એક્સેલન્સ ઉત્કૃષ્ટ સિદ્ધિઓ દ્વારા શાંતિ, ન્યાય તથા માનવ સુખાકારીને પ્રોત્સાહન આપવા જેમનું જીવન સમર્પિત છે તેવા વૈજ્ઞાનિક, કલાકાર કે સમુદાયના નેતાઓનું બહુમાન કરે છે. ત્યારે વંશ પરંપરાગત અને વુડન એમ્બ્રોઇડરી ક્રાફટ સાથે છેલ્લા 35 વર્ષથી સંકળાયેલા જયમલભાઇ અનેક રાજ્યો અને વિદેશોમાં યોજાતા હેન્ડિક્રાફટ પ્રદર્શનોમાં ભાગ લઇ કચ્છની ક્રાફટથી અનેક લોકોને કળા અંગે માહિતગાર કરી રહ્યા છે અને તેમનો પૂરો પરિવાર પણ આ કળાનું જ કામ કરે છે. મારવાડા પરિવારના પ્રયત્નોથી ગ્રામીણ ક્ષેત્રના નાના કારીગરોને પણ વેચાણ માટે મોટા શહેરોની માર્કેટ મળી છે. જયમલભાઈ અન્ય લોકોને પણ આ કળા શીખવાડે છે.

કળા મારફતે નાના કારીગરોને આર્થિક સદ્ધર કર્યા
જેના માટે ગ્લોબલ બૂક ઓફ એક્સેલન્સની ભારત શાખાના પ્રમુખ મનીષકુમારે જયમલભાઈના ઘરે આવી જયમલભાઇને પ્રશસ્તિપત્ર, અંગવસ્ત્ર તથા મેડલ એનાયત કરવામાં આવ્યું હતું. 

No description available.

કોઈ પણ જાતની મશીનરીનો ઉપયોગ કરીને આ કળા કરવામાં આવી રહી નથી 
આમ તો આ કળા લુપ્ત થતી કળા છે.કચ્છમાં અગાઉ આ કળા સાથે સંકળાયેલા 40થી 50 કારીગરો હતા હવે માત્ર 10થી 12 કારીગરો જ રહ્યા છે. લુડિયા ગામમાં પણ તેમના પરિવારના જ સભ્યો આ કળાને જાળવી રહ્યા છે.તો કચ્છમાં આ કળા બીજે ક્યાંય પણ નથી થતી. દેશી સઘન દ્વારા આ કળા તૈયાર કરવામાં આવે છે જેના સાધનો પણ લોહાર પાસે બનાવડાવામાં આવે છે.કોઈ પણ જાતની મશીનરીનો ઉપયોગ કરીને આ કળા કરવામાં નથી આવી રહી સંપૂર્ણ કામ હાથેથી વિવિધ સાધનો વડે કોતરણી કરીને કરવામાં આવે છે. લાકડા પર ક્રાફ્ટિંગ પ્રક્રિયા માટે છીણી, હથોડી, કરવત અને હાથથી બનેલા લેથ્સનો ઉપયોગ કરાય છે. ક્વાર્ટર ફોઇલ અને છ પાંખડીવાળા ફૂલો. લાકડા પર ક્રાફ્ટિંગ પ્રક્રિયા માટે છીણી, હથોડી, કરવત અને હાથથી બનેલા લેથ્સ વગેરે જેવા સાધનોનો ઉપયોગ થાય છે. 

વુડન કાર્વિંગની વિવિધ પ્રોડક્ટ્સ 
વુડન કાર્વિંગ મારફતે જયમલભાઈ અને તેમના બન્ને દીકરા પલંગ, પારણું, કબાટ, હાથના પંખા, લાકડાના સ્તંભો, થાંભલા, સોફાસેટ, હીંચકા, દરવાજા, ટેબલ ખુરશી, ટ્રે ,ટી કોસ્ટર, કચ્છી ભુંગા, ડાઇનિંગ ટેબલ, મંદિર વગેરે જેવી પ્રોડક્ટ બનાવે છે.જે વિદેશમાં પણ મોકલવામાં આવે છે.આજે પણ રજવાડી અને કચ્છી વર્ક વાળી ખુરશીઓ ઓર્ડર મુજબ બનાવવામાં આવે છે.

જયમલભાઈના દીકરા વિજય મારવાડાએ જણાવ્યું હતું કે,પેઢી દર પેઢી વુડન કાર્વિંગ કરતા આવ્યા છીએ. આ કળામાં લાકડા પર કાર્વિંગ કરવામાં આવે છે.આ કળાની પ્રોસેસ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે શરૂઆતમાં વિવિધ પ્રકારના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે રેડ સાલ, નીમ વુડ, બબુલ, સાગવાનના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ લાકડાને સેન્ડ પેપર વડે ઘસીને ત્યારબાદ લાકડાંમાંથી જે પ્રોડક્ટ બનાવવી હોય તે મુજબનું તેને આકાર આપી તેના પર વિવિધ ડીઝાઈન દોરીને ઓજારો વડે કોતરણી કરવામાં આવે છે.ત્યાર બાદ ફરી તેને સેન્ડ પેપર વડે ઘસીને વિવિધ પ્રકારના વુડ પોલીસ લગાડવામાં આવે છે.

No description available.

નાનામાં નાની વસ્તુ એટલે કે ટી કોસ્ટરની કિંમત 50 રૂપિયા છે.તો સોફા સેટ અને હીંચકા જેવી વસ્તુઓની કિંમત 50,000 રૂપિયા છે ત્યાર બાદ સાગવાનના દરવાજાની કિંમત 1 લાખથી 1.5 લાખ રૂપિયા છે.યુવા પેઢી તરીકે આ કળાને ટકાવી રાખી છે. જો આજે આજની પેઢી તરીકે તેઓ આ કામ છોડી દેશે તો આગળની પેઢીને આ અંગે પ્રોત્સાહન નહીં મળે. આ વુડન કાર્વિંગની પ્રોડક્ટ્સ વિન્ટેજ લુક આપે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news