એક એવા મહિલા મસીહા...જેમણે સુરતની 2100થી વધુ વિધવા મહિલાઓને અપાવ્યો સરકારી લાભ
આયેશા શાહ છેલ્લા 14 વર્ષથી ગરીબ પરિવારોની અભણ અને ઓછું ભણેલી મહિલાઓ અને ખાસ કરીને લઘુમતી સમાજની મહિલાઓ કે જેઓ અત્યાર સુધી તેમના અધિકારોથી વંચિત છે તેમને વિવિધ યોજનાઓ હેઠળ લાભ આપવા માટે કાર્યરત છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરત શહેરના અતિ પછાત વિસ્તારમાં રહેતી અશિક્ષિત અસહાય વિધવા સૌથી મોટી સમસ્યા એ હતી કે અભણ હોવાના કારણે વિધવા પેન્શન યોજનાનો લાભ લઈ શકતી નહોતી. કોઈપણ યોજના માટે ફોર્મ કેવી રીતે ભરવું? એ તેમની માટે સૌથી મોટી સમસ્યા હતી. તેઓ અભણ હોવાને કારણે ફોર્મની ગૂંચવણો સમજી શકતા ન હતા. ત્યારે આયેશા શાહ નામની મહિલા આવી મહિલાઓની મદદ માટે આગળ આવી. ખાસ કરીને ઓછા શિક્ષિત અને અભણ વિધવા બહેનોને વિધવા પેન્શન યોજનાના ફોર્મ ભરવાથી લઈ તેમને ક્યાંક પણ અડચણ ના આવે આ માટે તેઓ કામ કરે છે. તેઓએ અત્યાર સુધીમાં 2100 વિધવા મહિલાઓને મદદ કરી છે.
આયેશા શાહ છેલ્લા 14 વર્ષથી ગરીબ પરિવારોની અભણ અને ઓછું ભણેલી મહિલાઓ અને ખાસ કરીને લઘુમતી સમાજની મહિલાઓ કે જેઓ અત્યાર સુધી તેમના અધિકારોથી વંચિત છે તેમને વિવિધ યોજનાઓ હેઠળ લાભ આપવા માટે કાર્યરત છે. સુરતમાં 2100 વિધવા બહેનોની આયશા આપા છે. આવી બહેનોની જેમ તેઓ પણ આવી જ પરિસ્થિતિથી પસાર થઈ ચૂક્યા પતિના અવસાન બાદ કોઈ પણ કાગળ તેમની પાસે નહોતા કાગળ બનાવવા માટે તેમને ખૂબ જ સંઘર્ષ કર્યું. આ સંઘર્ષ કોઈ અન્ય વિધવા મહિલા ને ન કરવું પડે આ માટે તેઓએ એક મુહિમની શરૂઆત કરી તેઓ એકલા હાથે આવી મહિલાઓને શોધી તેમને વિધવા પેન્શન સહાય મળી શકે આ માટે કાર્યરત થયા.પતિના અવસાન બાદ તેઓ ઘરે ઘરે વાસણ-કપડાં ધોયા છે. આજે તેઓ પોતાની જેમ 2100 વિધવા મહિલાને સહાય અપાવી.
ઉનમાં રહેતા અને માત્ર બે વર્ષમાં 2100 મહિલાઓને વિધવા પેન્શન, આયુષ્યમાન કાર્ડ, સગર્ભા યોજનામાં પૌષ્ટિક આહાર વગેરે લાભ અપાવનાર આયેશા શાહ જણાવ્યું હતું કે, મારા લગ્ન મહારાષ્ટ્રમાં થયા હતા. પતિના અવસાન બાદ બાળકો સાથે સુરત આવી ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. બાળકોનું ભરણપોષણ કરવાનું હોય અને આવકનો કોઈ સ્રોત ન હોવાથી લોકોના વાસણ કપડાં ધોયા. એક વખત સરકારના કાર્યક્રમમાં 100 મહિલાઓને લઈ ગઈ હતી. તંત્ર સાથે શરત કરી કે હું જે મહિલા લાવું તેનું કામ કરવું પડશે. ત્યારથી મારુ અભિયાન થયું. ઉન-ભેસ્તાનમાં બે વર્ષના ગાળામાં 2100 મહિલાને યોજનાઓના લાભ અપાવ્યા છે.
દરેક ધર્મને જ્ઞાતિની મહિલાઓને મદદ કરે છે. જે પરિસ્થિતિથી હું પસાર થઈ છું તે અન્ય મહિલા ન થાય આ માટે હું વિધવા બહેનોની મદદ કરું છું એટલું જ નહીં અન્ય મહિલાઓ આત્મનિર્બર બને આ માટે સીવણ ક્લાસ પણ ચલાવું છું.ફરીદા બેને જણાવ્યું કે, તેમના પતિનું 3 વર્ષ પહેલા અવસાન થયું હતું અને ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. હું કપડાં પર હીરા ચોંટાડવાનું કામ કરું છું. બાળકો થોડી મદદ કરે છે. હું વિધવા પેન્શન સહાય યોજના વિશે જાણતી નહોતી આયેશા બેને મને જાણ કરી. ભણી નથી જેથી ફોર્મ કઈ રીતે ભરી શકાય તે અંગે મને જાણકારી નથી.તેમણે મને જે મદદ કરી હતી તેના કારણે અને તમામ કાગળો એકઠા કરવામાં પણ તે મારા માટે દેવદૂત સમાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે