અનોખી પહેલ: રાજકોટનો યુવાન છેલ્લા ત્રણ વર્ષથી થેલેસેમિયાગ્રસ્તોને ફ્રીમાં કરાવે છે નાસ્તો

Thalassemia Patient: તેમના દીકરાની ૧૨ વર્ષની ઉંમરે થેલેસેમિયાને માત આપી હતી તેથી જ તેમણે સંકલ્પ લીધો હતો કે મારી પરિસ્થિતિ મુજબ હું રોકડ રૂપે થેલેસેમિયા ગ્રસ્તોને મદદ કરી શકું તેમ નથી તેથી જ મારે નાસ્તાનું જે ધંધો છે. 

અનોખી પહેલ: રાજકોટનો યુવાન છેલ્લા ત્રણ વર્ષથી થેલેસેમિયાગ્રસ્તોને ફ્રીમાં કરાવે છે નાસ્તો

દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટના મોવડી ચોકડી વિસ્તાર પાસે આવેલ રઘુવીર ભજીયા નામની પેઢી ધરાવતા ધંધાર્થીએ થેલેસેમિયા પીડીતો માટે અનોખી પહેલ કરી છે. વેપારી સંજયભાઈએ પોતાની નાસ્તાની દુકાન ઉપર બોર્ડ માર્યું છે કે થેલેસેમિયા ગ્રસ્તોને મફતમાં નાસતો આપવામાં આવશે. જેથી તેમની દુકાને જે કોઈ પણ થેલેસેમિયા ગ્રસ્ત જાય છે તેને ત્યાં બેસાડી ભજીયા, સમોસા,કચોરી, વડાપાઉં સહિતની  જેટલો નાસતો કરવો હોય તે ત્યાં બેસાડી એક પણ રૂપિયા લીધા વિના કરાવામાં આવે છે તેમજ વેપારી સંજયભાઇને ત્રણ વર્ષ અગાઉ બુટ-ચંપલની દુકાન હતી. ત્યારે પણ તેઓ થેલેસેમિયા ગ્રસ્તોને મફ્તમાં બુટ-ચંપલ આપતા હતા. 

વેપારી સંજયભાઈ એ જણાવ્યું હતું કે તેના પુત્રને જન્મથી જ થેલેસેમિયા હતો અને તેની સારવાર માટે તેમને ખૂબ જ હેરાનગતિ ભોગવી પડી હતી અને આજે તેમના દીકરાની ૧૨ વર્ષની ઉંમરે થેલેસેમિયાને માત આપી હતી તેથી જ તેમણે સંકલ્પ લીધો હતો કે મારી પરિસ્થિતિ મુજબ હું રોકડ રૂપે થેલેસેમિયા ગ્રસ્તોને મદદ કરી શકું તેમ નથી તેથી જ મારે નાસ્તાનું જે ધંધો છે. 

તેમાં જે કોઈપણ થેલેસેમિયા ગ્રસ્તો આવે તેમના પાસે એક પણ પ્રકારના રૂપિયા લીધા વિના જેટલો નાસ્તો કરવો હોય તે મફતમાં આપવાનો અને અન્ય કોઈ સહાયતા થઈ શકે તો કરવાની ઉપરાંત વેપારી સંજયભાઈ અત્યાર સુધીમાં 25 થી વધુ થેલેસેમિયા ગ્રસ્તોને બોનમેરો ટ્રાન્સફર માટે આપી મદદ  કરી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news