સોના ચાંદીના દાગીનાની ચોરી નહીં, પણ મોરબીમાં બનેલી આવી ઘટના કદાચ પહેલી વખત સાંભળી હશે કે....

સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની કે પછી એન્ટિક વસ્તુની લૂંટ કરવામાં આવે તેવી ઘટના ઘણી બની હશે જો કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સરકારી ઘઉંના જથ્થાની લૂંટ કરવામાં આવી હતી આ વાતને સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી.

સોના ચાંદીના દાગીનાની ચોરી નહીં, પણ મોરબીમાં બનેલી આવી ઘટના કદાચ પહેલી વખત સાંભળી હશે કે....

હિમાશું ભટ્ટ/મોરબી: જિલ્લાના હળવદમાંથી સરકારી ઘઉંનો જથ્થો કન્ટેનરમાં ભરીને વાંકાનેર લઈને જતાં હતા દરમ્યાન ઘઉં ભરેલા ટ્રકની ચાર શખ્સો દ્વારા હળવદ પાસે લૂંટ કરવામાં આવી હતી જોકે, તે ટ્રક હળવદ નજીક ઘટના સ્થળથી થોડે આગળના ભાગમાં પલટી મારી ગયો હતો અને બે વ્યક્તિને તેમાં ઇજા થયેલ હતી. ત્યાર બાદ ટ્રક ડ્રાઇવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. 

સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની કે પછી એન્ટિક વસ્તુની લૂંટ કરવામાં આવે તેવી ઘટના ઘણી બની હશે જો કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સરકારી ઘઉંના જથ્થાની લૂંટ કરવામાં આવી હતી આ વાતને સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, હળવદ માળિયા હાઇવે ઉપર આવેલ પરિશ્રમ હોટલથી આગળના ભાગમાં ટ્રક લઈને પસાર થઈ રહેલા યુવાનના ટ્રક આડે બલેનો કાર ઉભી રાખીને તેને અંતર્યો હતો અને ત્યારબાદ ટ્રકના ડ્રાઈવરને લાફા મારીને ગાળો આપીને નીચે ઉતારી દીધો હતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી તે ત્યાંથી ભાગી જતાં કારમાં આવેલ આરોપીઓએ ટ્રક અને ટ્રકમાં ભરેલ ૨૩ ટન સરકારી ઘઉંના જથ્થાની લૂંટ કરી હતી.

જો કે, આગળ જતાં ટ્રક પલટી મારી ગયો હતો જેથી કરીને ઇજા પામેલા બે શખ્સોને સારવારમાં ખસેડાયા હતા અને ત્યારબાદ હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા ફિરોજભાઈ જુમાભાઇ જુણેજા જાતે સંધિ મુસલમાન (૩૧) ટ્રકના ડ્રાઇવર દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. 

શું બનાવ હતો
હળવદ માળિયા હાઇવે ઉપર આવેલ પરિશ્રમ હોટલથી આગળના ભાગમાં ફરિયાદી પોતાના હવાલા વાળા ટ્રક નં જીજે ૨૭ એક્સ ૪૨૩૫ માં કન્ટેનર રાખીને તેમાં ૨૩ ટન ઘઉંનો જથ્થો ભરીને નીકળ્યો હતો દરમિયાન તેના ટ્રકની આગળ આરોપી પોતાની કારને ઉભી રાખી હતી અને ત્યારબાદ ફરિયાદીને માર માર્યો હતો ત્યાર બાદ ટ્રક તથા ઘઉં ભરેલ કન્ટેનરની લૂંટ ચલાવીને આરોપીઓ નાસી ગયા હતા અને કુલ મળીને ૧૨ લાખના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી.

જેથી ટ્રકના ડ્રાઇવરે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલદીપસિંહ વાઘેલા, સહદેવસિંહ વનરાજસિંહ ઝાલા, વિરલભાઈ શૈલેષભાઈ સોની અને એક અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે કુલદીપસિંહ બાલભદ્રસિંહ વાઘેલાની ધરપકડ કરેલ છે અને સહદેવસિંહ વનરાજસિંહ ઝાલા અને વિરલભાઈ શૈલેષભાઈ સોનીને ટ્રક પલટી મારી ગયો ત્યારે ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને અન્ય એક અજાણ્યો માણસ કોણ હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. 

કોને પકડ્યા, કોના ઘઉં હતા.
મોરબી જીલ્લામાં ઘઉનો જથ્થો ભરેલા ટ્રકની લૂંટ કરવામાં આવી હતી જો કે, લૂંટ કરીને ભાગવા જતા સમયે ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો જેથી લૂંટારુઑ ઝડપાઇ ગયા હતા અને પોલીસે આઈપીસી કલમ ૩૯૪, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોધી હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે જો કે, આ આરોપીઓ દ્વારા સરકારી અનાજ ભરેલ ટ્રકની લૂંટ કેમ કરવામાં આવી હતી તે સૌથી મોટો સવાલ છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news