આંખ ઉઘાડતો કિસ્સો: નોકરીની લાલચે યુવતીને હોટલમાં બોલાવી, બેભાન કરી વેપારીએ માણ્યું શરીરસુખ, પછી...

અડાજણ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીએ તેના પિતા માટે ગેરેજ ચલાવવા માટે ભાડેથી જમીન શોધતી હતી. આ દરમિયાન તે વેસુ વીઆઈપી રોડ એટલાન્ટા બિઝનેશ હબમાં ઓફિસ રાખી જમીન દલાલીનું કામકાજ કરતા દિલીપ ખાંડેલીયાના સંપર્કમાં આવી હતી.

આંખ ઉઘાડતો કિસ્સો: નોકરીની લાલચે યુવતીને હોટલમાં બોલાવી, બેભાન કરી વેપારીએ માણ્યું શરીરસુખ, પછી...

ચેતન પટેલ/સુરત: યુવતીને જમીન અને નોકરી અપાવાની લાલચે જમીન દલાલ તેને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારબાદ સુરતમાં જ એક્સપોર્ટનું કામ કરતા એક શખ્સ સાથે તેને ઓળખાણ કરાવી તેને કોલ્ડ્રીંકસ પીવડાવ્યું હતું. જો કે કોલ્ડ્રીંક્સ પીવડાવ્યા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ આ એક્સપોર્ટ દ્વારા યુવતી પર રેપ ગુજારવામાં આવ્યો હતો. જે અંગે અલથાણ પોલીસ મથકમાં યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી એક્સપોર્ટરની ધરપકડ કરી છે. 

અડાજણ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીએ તેના પિતા માટે ગેરેજ ચલાવવા માટે ભાડેથી જમીન શોધતી હતી. આ દરમિયાન તે વેસુ વીઆઈપી રોડ એટલાન્ટા બિઝનેશ હબમાં ઓફિસ રાખી જમીન દલાલીનું કામકાજ કરતા દિલીપ ખાંડેલીયાના સંપર્કમાં આવી હતી. દિલીપએ યુવતીને બે ત્રણ જગ્યા પણ બતાવી હતી. પરંતુ યુવતીને તે જગ્યા પસંદ આવી ન હતી. દરમ્યાન ફેબ્રુઆરી માસના પહેલા સપ્તાહમાં દિલીપે યુવતીને નોકરી અપાવાને બહાને જમીનનું મોટાપાયે કામકાજ કરતા અજય દિવાન નામના યુવક સાથે પરિચય કરાવ્યો હતો. 

અજય નોકરીની સાથે ગેરેજ માટે જમીન પણ અપાવશે કહી સંગીની સર્કલ પાસે બોલાવી હતી. ત્યાંથી દીલીપ યુવતીને તેની કિયા સેલ્ટોસ કારમાં બેસાડી એરપોર્ટની સામે આવેલ રાજહંસ બેલીઝાના રૂમમાં લઈ ગયો હતો.દિલીપ ખાંદલીયા અને અજય દિવાન બંને જણાએ યુવતીને હોટલના રૂમમાં લઈ જઈ બેભાન કરવાનું પ્લાનિંગ કર્યું હતું.ત્યારે અગાઉથી નક્કી કરેલ પ્લાનીંગ પ્રમાણે અજય દિવાલને યુવતીને નશાયુક્ત કોલ્ડ્રીક્સ પીવડાવ્યું હતું. 

બાદમાં બંને જણાએ યુવતી સાથે શારીરીક છેડછાડ કરી હતી. જેમાં અજય દિવાને યુવતી સાથે બળજબરી પુર્વક બળાત્કાર કર્યો હતો. આ ઘટના બાદ યુવતીએ અલથાન પોલીસ મથકમાં જમીન દલાલ અને અજય દીવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે અજય દીવાન નામના શખની ધરપકડ કરી હતી જ્યારે જમીન દલાલ પોલીસને હાથ તાળી આપી ભાગવામાં સફળ રહ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news