લવ જેહાદનો વિચિત્ર કિસ્સો! હિન્દુ યુવતીને ફસાવીને વિધર્મી યુવક લઇ ગયો સાપુતારા, પછી માણ્યું શરીરસુખ

સુરતના ન્યૂ બોમ્બે માર્કેટ પાસે આવેલી અવધ માર્કેટમાં અર્જુનસિંઘના નામે નકલી આધારકાર્ડ બનાવી કાપડનો વેપાર કરનારા ઓર્જર આલમ સામે આખરે પુણા પોલીસે ગુનો દર્જ કર્યો હતો.

લવ જેહાદનો વિચિત્ર કિસ્સો! હિન્દુ યુવતીને ફસાવીને વિધર્મી યુવક લઇ ગયો સાપુતારા, પછી માણ્યું શરીરસુખ

ચેતન પટેલ/સુરત: સુરતના પુણા વિસ્તારમાં લવ જેહાદ મામલે હિન્દૂ નામ ધારણ કરી યુવતી સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મીની નકલી આધારકાર્ડ બનાવવા મામલે ધરપકડ કરવામાં આવી છે. પુણા પોલીસે દુષ્કર્મની કલમ ન લગાવતા અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. માત્ર નકલી આધાર કાર્ડ બનાવવા મામલે ધરપકડ કરાઈ છે. હિન્દૂ નામે નકલી આધાર કાર્ડ બનાવનાર ઓજેર આલમ સામે ગુનો દાખલ કરાયો છે.

પુણા પોલીસ એ અર્જુન સિંહ નામ ધારણ કરનાર ઓજેર આલમ સામે નકલી આધારકાર્ડની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપી નામ બદલી બોમ્બે ટેક્ષટાઈલ માર્કેટમાં રૂહી ટેક્ષટાઇલ નામની દુકાન ચલાવતો હતો. હિન્દુ સંઘઠન એ ભારે હંગામો કરતા મામલો બહાર આવ્યો હતો. આરોપીએ યુવતીને સાપુતારા લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

સુરતના ન્યૂ બોમ્બે માર્કેટ પાસે આવેલી અવધ માર્કેટમાં અર્જુનસિંઘના નામે નકલી આધારકાર્ડ બનાવી કાપડનો વેપાર કરનારા ઓર્જર આલમ સામે આખરે પુણા પોલીસે ગુનો દર્જ કર્યો હતો. વિશ્વ હિંદુ પરિષદના દક્ષિણ ગુજરાત વિભાગના સંયોજક નરેન્દ્ર ચૌધરીને બાતમી મળી હતી કે, ન્યૂ બોમ્બે માર્કેટ પાસે આવેલી અવધ માર્કેટમાં રૂહિ ફેશનના નામે ધંધો કરતા કાપડ વેપારી અર્જુનસિંઘે નકલી આધારકાર્ડ બનાવડાવ્યું છે અને તે વિધર્મી છે. 

જેથી વિહિપના સભ્યોએ દુકાને ધસી જઇ ઓન કેમેરા વિધર્મીનો ભાંડો ફોડી નાંખ્યો હતો. તેના ખિસ્સામાંથી બે આધારકાર્ડ મળી આવ્યા હતા. એક આધારકાર્ડમાં ઓજેર જુગુન અનવર આલમ હોવાનું લખાણ તો બીજા આધારકાર્ડમાં અર્જુનસિંઘ (મૂળ પાલી.રાજસ્થાન) ના નામનું લખાણ હતું. આ ભોપાળું બહાર આવતા માર્કેટમાં ભારે હંગામો મચી ગયો હતો અને સમગ્ર મામલો પુણા પોલીસમાં પહોંચ્યો હતો. નરેન્દ્ર ચૌધરીએ નકલી આધારકાર્ડ મામલે ઓર્જર આલમ સામે અરજી આપી હતી. 

પુણા પીઆઇ મહેશ નાયકે કરેલી તપાસમાં ઓજે આલમે અર્જુનસિંઘના નામે ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવ્યો હોવાનું પુરવાર થઇ ગયું હતું. જેથી પોલીસે ઓજેર આલમ સામે વિધિવત્ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઓજેર આલમે પોતે કોમ્પ્યુટરમાં ફોટોશોપ પ્રોગ્રામમાં અર્જુનસિંઘના નામે નકલી આધારકાર્ડ બનાવ્યો હોવાનું રટણ કર્યુ હતું. ઓજેર આલમે નામ-ધર્મ બદલી અન્ય કોઇ કૃત્યો કર્યા છે કે કેમ તે દિશામાં પુણા પોલીસ તપાસ ચલાવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news