અકસ્માતનો LIVE VIDEO: ગાંધીનગરમાં બસની ટક્કરથી સ્કૂલવાન પલટી, 10 બાળકો ઈજાગ્રસ્ત

Gandhinagar News: આજે સવારે ગાંધીનગરમાં ખાનગી બસે સ્કૂલ વાનને ટક્કર મારી છે. સ્કૂલ વાન પલટી જતાં 10 જેટલાં બાળકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકોને તાત્કાલિક ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

અકસ્માતનો LIVE VIDEO: ગાંધીનગરમાં બસની ટક્કરથી સ્કૂલવાન પલટી, 10 બાળકો ઈજાગ્રસ્ત

Gandhinagar: સ્કૂલના બાળકોને ભરીને દોડતી સ્કૂલવાન સામે તંત્ર દ્વારા સતત આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક-પોલીસ પણ જાણે કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગઈ હોય તેમ કોઈ કાર્યવાહી ના થતાં સ્કૂલવાન અને રિક્ષા ચાલકોને ખુલ્લો દોર મળી રહ્યો છે, જેના કારણે બાળકોને ઘેટાં-બકરાંની માફક ભરવામાં આવે છે. રાજ્યમાં સ્કૂલના બાળકો સાથે અનેક દુર્ઘટના ઘટી હોય એવી અનેક ઘટનાઓમાં પ્રકાશમાં આવી છે, ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી ગઈ હોવાની એક ઘટના બની છે.

આજે સવારે ગાંધીનગરમાં ખાનગી બસે સ્કૂલ વાનને ટક્કર મારી છે. સ્કૂલ વાન પલટી જતાં 10 જેટલાં બાળકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકોને તાત્કાલિક ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. હાલ સ્કૂલ વાનને ટક્કર મારતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બીજી બાજુ ઘટનાની જાણ થતા ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપના ઉમેદવાર રિટાબેન પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા હતા. વહીવટી તંત્રને જરૂરી સૂચના પણ આપી હતી.

આ ઘટના ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે બની હતી. સ્કૂલવાન પલટી જતાં 10 બાળકને નાનીમોટી ઈજાઓ થવા પામી છે, જે પૈકી એક બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. આજે સવારના ખાનગી બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે હંકારીને સ્કૂલવાનને ધડાકાભેર ટક્કર મારતાં વાન પલટી ગઈ હતી. સ્કૂલવાનમાં 12 બાળક હતાં.

આ અકસ્માતના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં વાલીઓ પણ સિવિલ દોડી આવ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે. આ બાળકો સેકટર - 23 કેન્દ્રીય વિદ્યાલયનાં બાળકો છે અને બસના ડ્રાઇવરની ધરપકડ કરી લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news