મોરબીના ફડસર ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂતે સૂકી ખેતી હોવા છતાં બમણી નહીં, પણ 10 ગણી કમાણી કરી
મોરબી તાલુકાના આમરણ અને તેની આજુબાજુના ગામોમાં સિચાઈ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી સૂકી ખેતી છે અને ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના રૂટિન પાકની ખેતી કરવામાં આવતી હોય છે અને જ્યારે પાકનું ઉત્પાદન આવે છે.
Trending Photos
હિમાંશું ભટ્ટ/મોરબી: સામાન્ય રીતે કોઈપણ વિસ્તારમાં સુકી ખેતી હોય તો ત્યાંના ખેડૂતો માત્ર ચોમાસુ પાક એટલે કે રામ મોલ જ લઈ શકે છે. જોકે, મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત સૂકી ખેતી હોવા છતાં બમણી નહીં પરંતુ 10 ગણી કમાણી કરી રહ્યા છે. આ વાતને સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, તેઓ હાલમાં બાગાયતી ખેતી કરી રહ્યા છે અને ખારેક સહિતના પાકોમાં મબલખ ઉત્પાદન લઇ રહ્યા છે. આટલું જ નહીં ઓછી મહેનતે રૂટિન ખેતી કરવા કરતાં ઘણી વધુ આવક કરતાં હોવાથી તે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણરૂપ બને તેમ છે 1 વીઘામાં ખર્ચો કાઢતા ચોખો નફો 2 લાખ રૂપિયા, સીઝનમાં 20 લાખ કમાશે.
મોરબી તાલુકાના આમરણ અને તેની આજુબાજુના ગામોમાં સિચાઈ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી સૂકી ખેતી છે અને ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના રૂટિન પાકની ખેતી કરવામાં આવતી હોય છે અને જ્યારે પાકનું ઉત્પાદન આવે છે ત્યારે બજારમાં ભાવ નીચા થઈ જતા હોવાના કારણે ખેડૂતો માથે ઓઢીને રડતાં હોય તેવું ઘણી વખત આપણે સાંભળતા હોય છીએ પરંતુ આમરણ તાલુકાની બાજુમાં આવેલ ફડસર ગામે રહેતા દેવજીભાઇ કુંભરવાડિયાએ પોતાની 250 વીઘા ખેતીની જમીનમાંથી 50 વિઘા જમીનમાં હાલમાં બાગાયતી ખેતી શરૂ કરી છે અને તેમના કહેવા પ્રમાણે રૂટિન ખેતી કરતાં તેઓને અનેક ગણી વધુ કમાણી થઈ રહી છે.
ન માત્ર મોરબી તાલુકા કે જિલ્લા પરંતુ અન્ય ખેડૂતોને માટે પણ દેવજીભાઇ કુંભરવાડિયા પ્રેરણારૂપ બની શકે તેમાં છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી ત્યારે દેવજીભાઇ કુંભરવાડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓએ અગાઉ કચ્છની મુલાકાત લીધી હતી અને કચ્છમાં ખારેકની ખેતી થાય તો શા માટે ખારેકની ખેતી ફડસર અને આમરણ વિસ્તારમાં ન થાય આવા વિચાર સાથે તેમણે પોતાના ખેતરની અંદર પાંચ વર્ષ પહેલા ખારેકનું વાવેતર કર્યું હતું અને ત્યારબાદ તેમણે પોતાના ખેતરમાં જામફળ, દાડમ અને બોરડી સહિતના પાકનો વાવેતર કર્યું છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ખૂબ સારી આવક મેળવી રહ્યા છે આજની તારીખે તેઓના ખેતરની અંદર ખારેકના 1150 છોડ છે, દાડમના 2500 અને જામફળના 225 છોડ છે જેમાં ઓછી મહેનતે ખૂબ જ સારી આવક થાય છે.
મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં ઘણા વિસ્તારોમાં સિચાઈ માટેની કોઈ વ્યવસ્થા નથી જેથી ખેડૂતોને પાક લેવામાં મુશ્કેલી ઊભી થાય છે ત્યારે ઓછા પાણીએ અને ઓછી મહેનતે પાક લેવા માટે તેઓએ બાગાયતી ખેતી શરૂ કરી હતી અને મહત્વની બાબત એ છે કે તેઓ આજની તારીખે બારે મહિના મજૂરોને રોજગારી આપે છે અને તેઓની ખેતીમાં 50થી વધુ મજૂરોને રોજગારી મળી રહી છે આમ સૂકા પ્રદેશમાં ખારેક સહિતના બાગાયતી પાક લઈને ખેડૂત કમાણી કરે છે એટલુ જ નહિ પરંતુ અન્ય લોકોને બારે મહિના રોજગારી પણ આપે છે.
ફડસર ગામના આ ખેડૂત દ્વારા પોતાના ખેતરની અંદર જીવા અમ્રુત સહિતની દેશી પદ્ધતિનો ઉપયોગ કરીને ખારેક સહિતના બાગાયતી પાકો લેવાં આવે છે જેથી તેના ફળોની ગુણવત્તા સારી હોય છે જેથી તેઓને પાકનું વેચાણ કરવા માટે તેઓને ક્યાં જવું પડતું નથી અને પોતાના ખેતરેથી જ પાકનું વેચાણ થઈ જાય છે અને ઘણા ગ્રાહકો તેમના ખેતરે માલ લેવા માટે આવે છે અને આ ખેડૂત ઓછામાં ઓછા ખર્ચે આજની તારીખે કપાસ, મગફળી જેવા પાક કરતાં દસ ગણી વધુ આવક લઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે