સુરત જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખના સ્વિમિંગ પુલમાં મહિલા સાથે નાહતા ફોટા મોર્ફ કરનાર ઝડપાયો; જાણો કોની થઈ ધરપકડ

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં સુરત જિલ્લા ભાજપ સંનગઠના તત્કાલીન પ્રમુખ સંદીપ દેસાઈના સ્વિમિંગ પુલમાં અન્ય મહિલા સાથે નાહતા હોય એવા મોર્ફ કરેલા અશોભનીય ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

સુરત જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખના સ્વિમિંગ પુલમાં મહિલા સાથે નાહતા ફોટા મોર્ફ કરનાર ઝડપાયો; જાણો કોની થઈ ધરપકડ

સંદીપ વસાવા/બારડોલી: સુરત જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખના સ્વિમિંગ પુલના નાહ્તા ફોટાઓ મોર્ફ કરીને વાયરલ કરનાર સુરત જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ અને જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાસીયાની જિલ્લા એલ.સી.બી એ ગુનાના કામે ધરપકડ કરી છે. આવતીકાલે કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે રીમાંડની માંગણી કરાશે. 

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં સુરત જિલ્લા ભાજપ સંનગઠના તત્કાલીન પ્રમુખ સંદીપ દેસાઈના સ્વિમિંગ પુલમાં અન્ય મહિલા સાથે નાહતા હોય એવા મોર્ફ કરેલા અશોભનીય ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ ફોટાઓને લઈ તત્કાલીન સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈએ બારડોલી ટાઉન પોલીસ મથક માં અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસે તપાસનો ધમધમતા શરૂ કરતાં પોલીસ તપાસ માં સંદીપ રામઅવતાર લોઢી, હિરવન ગુણવંત દેસાઈ તેમજ પ્રણવ અરુણ વાસીયા ના નામ ખુલતા પોલીસે ત્રરેય ઈસમોની સઘન પૂછપરછ કરતા તપાસમાં સુરત જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબરુ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાસીયાનું નામ ખુલ્યું હતું. 

પોલીસે હિતેન્દ્રસિંહ વાસીયા વિરુદ્ધ ગુનો નોંધી હિતેન્દ્રસિંહ વાસીયા ને વૉન્ટેડ જાહેર કર્યો હતો. 15 મહિના બાદ આજરોજ સુરત જિલ્લા એલ.સી.બી એ હિતેન્દ્રસિંહ વાસીયાની ધરપકડ કરી છે. આવતીકાલે પોલીસ દ્વારા હિતેન્દ્રસિંહ વાસીયાને કોર્ટ માં રજૂ કરી સમગ્ર ષડયંત્ર પાછળ અન્ય કોઈ વ્યક્તિનો હાથ છે કે કેમ તેમજ હિતેન્દ્રસિંહ વાસીયા દ્વારા અગાઉ કોઈ ગુણ કરવામાં આવ્યા છે કે કેમ તે બાબતે જિલ્લા પોલીસ રીમાંડ માંગશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news