ચોરોને પકડ્યાને સબક શીખવાડ્યો! ધોળા દિવસે ચોરી કરવી ભારે પડી, એંગલ સાથે બાંધી ટકા કરાયા

સુરત જિલ્લામાં હાલ દિવસે ને દિવસે તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે.જેને લઇને લોકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કામરેજ તાલુકામાં તસ્કરો રંગે હાથ ઝડપાઇ જતાં લોકોએ બરોબર મેથી પાક ચખાડ્યો હતો.

ચોરોને પકડ્યાને સબક શીખવાડ્યો! ધોળા દિવસે ચોરી કરવી ભારે પડી, એંગલ સાથે બાંધી ટકા કરાયા

સંદીપ વસાવા/કામરેજ: રાજ્યમાં નાના મોટા ગામો અને શહેરોમાં તસ્કરો અને ચોરોનો આતંક એવો વધી ગયો છે કે લોકો હવે કાયદાને પણ પોતાના હાથમાં લેતા અચકાતા નથી. સુરતના તામરેજના સેવણી ગામે ખેડૂતના ખેતરમાંથી કુવામાંની મોટરનીચોરી કરીને ભાગી ગયેલા ચોરોને ખેડૂતો ખુદ પીછો કરીને પકડ્યાને સબક શિખવ્યો હતો.

સુરત જિલ્લામાં હાલ દિવસે ને દિવસે તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે.જેને લઇને લોકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કામરેજ તાલુકામાં તસ્કરો રંગે હાથ ઝડપાઇ જતાં લોકોએ બરોબર મેથી પાક ચખાડ્યો હતો. કામરેજના સેવણી ગામે ધોળે દિવસે ત્રણ તસ્કરોએ ખેતરમાંથી પાણીની મોટરની ચોરી કરી લીધી હતી. જે અંગે ખેડૂતને માલુમ પડતા તસ્કરોનો પીછો કર્યો હતો.

ખેડૂતે કામરેજનાં ખાનપુર ગામે લોકોની મદદથી ત્રણ પૈકી બે ચોરોને પાણીની મોટર સાથે ઝડપી લીધા હતા. લોકોએ સજા રૂપે લોખંડની એંગલ સાથે બાંધી બંનેનું જાહેરમાં મુંડન કરાવી નાખ્યું હતું અને મૂછ પણ અડધી કાઢી નાખી હતી. તેમજ મેથીપાક ચખાડી કામરેજ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી આરોપીઓનો કબજો કામરેજ પોલીસને સોંપ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news