દિપડાનો આતંક: વન વિભાગની દિપડો પકડવાની આ રીત જોઇ તમે પણ ગોટે ચડશો

દાહોદના ધાનપુરમાં માનવભક્ષી દિપડાનો આતંક વધ્યો છે.  ત્યારે દાહોદ વનવિભાગની ટીમે દીપડાને ઝડપી પાડવા માટે નવીન રીત અપનાવવામાં આવી છે.

દિપડાનો આતંક: વન વિભાગની દિપડો પકડવાની આ રીત જોઇ તમે પણ ગોટે ચડશો

દાહોદ: દાહોદ જિલ્લામાં સામાન્ય રીતે દિપડાઓ અવાર નવાર દેખાતા હોય છે. દાહોદના જંગલ વિસ્તારમાં એક માનવભક્ષી દિપડાનો આતંક વધી રહ્યો છે. આ દિપડાએ અત્યાર સધીમાં ત્રણ લોકોનો જીવ લીધો છે. આ દિપડો ધાનપુરના લોકો અને વન વિભાગના કર્મચારીઓ માટે મથાનો દુખાવો બન્યો છે. વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે અવનવી ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

દાહોદના ધાનપુરમાં માનવભક્ષી દિપડાનો આતંક વધ્યો છે.  ત્યારે દાહોદ વનવિભાગની ટીમે દીપડાને ઝડપી પાડવા માટે નવીન રીત અપનાવવામાં આવી છે. પાંજરામાં મારણ રાખવાની જગ્યાએ પાંજરામાં વનવિભાગમા કર્મચારીઓને એરગન સાથે મુકવામાં આવ્યા છે. દીપડો નજીક આવેતો એરગનથી શૂટ કરવા આદેશ આપ્યો છે.

DaHod-Dipdo

દીપડો અત્યાર સુધીમાં 3ને મોતને ઘાટ ઉતારી ચૂક્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે,  દીપડો પકડવાની આ તે કેવી પદ્ધતિ છે. દીપડાએ વનકર્મી પર હુમલો કરી દીધો હોત તો, શું પાંજરામાં વનકર્મી બેસાડવા યોગ્ય છે? દીપડાને એરગનથી શૂટ કરવામાં નિશાન ચૂકાયુ તો,.. શું હિંસક પ્રાણીને પકડવા આવા તુક્કા યોગ્ય છે? શું વનવિભાગ પાસે બીજી કોઈ યોગ્ય પદ્ધતિ નથી?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news