લૉન આપતી એપ્લિકેશન બનાવશે કંગાળ! અનેક લોકો બન્યા શિકાર, બની શકો છો બ્લેકમેઈલીંગનો ભોગ

Instant Loan Fraud: જો તમે નાની નાની રકમની લોન ઓનલાઇન લેવાનું વિચારી રહ્યા હો અથવા તો આ પ્રકારે લોન લીધી હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે આ પ્રકારે મળતી ઇન્સ્ટન્ટ લોન તમને મોટા ખાડામાં ઉતારી શકે છે. જાણો કઈ રીતે

લૉન આપતી એપ્લિકેશન બનાવશે કંગાળ! અનેક લોકો બન્યા શિકાર, બની શકો છો બ્લેકમેઈલીંગનો ભોગ

મૌલિક ધામેચા/અમદાવાદ: ઓનલાઈન એપ્લિકેશન માધ્યમથી લોન લેતા પહેલા ચેતી જજો. નહીં તો ડેટાની ચોરીની સાથો સાથ આપ બ્લેકમેઈલીંગ નો પણ ભોગ બની શકો છો. આવી જ એક ગેંગના બે સાગરીતોને સાયબર ક્રાઇમેં નોઈડા અને પુનાથી ઝડપી પાડ્યા છે અને આ નેટવર્કનો માસ્ટર માઈન્ડ ચાઈનામાં બેઠલો એક ભારતીય નાગરિક છે. જે આખુંય લોન ફોર્ડનું નેટવર્ક ચલાવે છે. 

જરૂરિયાતમંદો પૈસા લેતા પહેલા ચેતજો નહિ તો રૂપિયા અને ઈજ્જત બન્ને ખોવાનો વારો આવી શકે છે. હાલમાં અમદાવાદ સાઇબર ક્રાઈમે મોબાઇલ એપ્લિકેશનથી ઈંસ્ટન્ટ લોન લેતા લોકો સાથે બ્લેકમેઇલ કરતી ગેંગના નેટવર્ક પર્દાફાશ કરી બે આરોપીઓને ઝડપ્યા છે. મહત્વ નું છે કે દેશભરમાં એપ્લિકેશન થી ઈંસ્ટન્ટ લોન મેળવ્યા બાદ લોકો બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવતી ગેંગની અનેક ફરિયાદો અગાઉ સાઇબર ક્રાઇમને મળતી. પણ ટેક્નિકલ એનાલીસીસ કરતા કોલિંગ કરનાર સર્વિસ અને ડેટાનું સર્વર શોધીને નોઈડા અને પુનામાં રેડ કરી આખું નેટવર્ક પકડવા માં સાઇબર ક્રાઇમ અમદાવાદને સફળતા મળી. 

જેમાં પુનાથી વિજયકુમાર કુંભાર અને નોઈડાથી ગૌરવસિંગની નામના બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી. સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપી પાસેથી ચાર મોબાઇલ અને બે લેપટોપ કબ્જે કરી તેમની પાસે રહેલો 50 ટીબી ડેટા મળી આવ્યો છે.જે ડેટામાં કરોડોની સંખ્યામાં લોકોના નામ અને સરનામાં સાથેની આખી પ્રોફાઈલ વાળા ડેટા મળી આવ્યા છે.

મહત્વનું છે કે આખુંય ઓનલાઈન એપ્લિકેશન માં ચાલતી ઈંસ્ટન્ટ લોન નેટવર્ક સિસ્ટમ ચાઈનાથી ભારતીય નાગરિક ઓપરેટ કરતો હોવાનો સાઇબર ક્રાઇમે તપાસમાં ખુલાસો કર્યો. જ્યારે તેનું મેનેજમેન્ટ ભારતમાં જુદા જુદા શહેરોમાં કોલ સેન્ટર દ્વારા થતું હતું.પરતું જે કોલિંગ માટેનું સર્વર આખું પુના અને નોઈડાથી ઓપરેટ કરાવામાં આવતું હતું. 

જેનો માસ્ટર માઈન્ડ વિજયકુમાર કુંભાર હતો જે આઇટી કંપની આડમાં સર્વર મેનેજ કરતો હતો. જે સર્વર સિસ્ટમનું કનેક્શન નોઈડના ગૌરવસિંગ પાસે રહેતું અને આરોપી ગૌરવસિંગ વેબ વર્ક્સ ડેટા સેન્ટરની આડમાં સર્વર ચલાવતો. નેટવર્કમાં કામ કરતા લોકો લોન લેનાર વ્યક્તિ ના પ્રોફાઈલ ડેટા ચોરી કરીને તેમના ફોટો પરથી અશ્લીલ ફોટો મોર્ફ કરીને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવવાનું કામ કરતા.

પકડાયેલ બે આરોપીની પૂછપરછ માં છેલ્લા બે વર્ષથી આ સર્વર ઓપરેટ કરતા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે. જે કામ કરવા આરોપીઓને બે લાખ સુધીનો પગાર ચૂકવામાં આવતો હતો. સાયબર ક્રાઈમની ટીમે લોન નેટવર્ક સર્વર પકડયું છે પરતું તેનુ કનેક્શન દેશના જુદાજુદા શહેરોમાં કોલ સેન્ટર થકી લોકોને ફોન કરી બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા છે ત્યારે બ્લેકમેઇલ ના પૈસા પર ભારત થી ચાઈના ક્રિપટો કરન્સીમાં પહોંચી રહ્યા છે. જેને પકડવા માટે પણ સાયબર ક્રાઇમ ટીમ તપાસ કરી રહી છે.નોંધનીય છે કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે લોન ફ્રોર્ડનું દેશનું પહેલું એવું ફ્રોડ કરનારું નેટવર્ક પકડી પાડ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news