ભરૂચમાં વકફ બોર્ડના નામે મસમોટા જમીન કૌભાંડનો પર્દાફાશ! એક-બે નહીં, 8 ગંભીર ગુના નોંધાયા

ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળ પર જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. વમ્ફ બોર્ડના નામે જમીન કૌભાંડના ભરૂચમાં 8 ગુના નોંધાયા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે. અંકલેશ્વર GIDC, નબીપુર પોલીસ સ્ટેશનમાં 1-1 ગુનો નોંધાયો છે.

ભરૂચમાં વકફ બોર્ડના નામે મસમોટા જમીન કૌભાંડનો પર્દાફાશ! એક-બે નહીં, 8 ગંભીર ગુના નોંધાયા

ભરત ચુડાસમા/ભરૂચ: જિલ્લામાં વકફ બોર્ડના નામે મસમોટા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. વકફ બોર્ડના નામે જમીન કૌભાંડ આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડ બાબતે બીલ રજૂ કરવાનું મુખ્ય ઉદ્દેશ આવા કૌભાંડો ઉપર પણ રોક લગાવવાનો હતો. જો વકફ બોર્ડનું બિલ પાસ થાય તો તમામ ગેર કાયદેસર રીતે જમીન કૌભાડ જે આચરવામાં આવે છે તેના પર રોક મહંદ અંશે રોક લાગી જાય. વકફ બોર્ડના નકલી પેપરથી જમીન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળ પર જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. વમ્ફ બોર્ડના નામે જમીન કૌભાંડના ભરૂચમાં 8 ગુના નોંધાયા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે. અંકલેશ્વર GIDC, નબીપુર પોલીસ સ્ટેશનમાં 1-1 ગુનો નોંધાયો છે.

મહત્વનું છે કે, આ તમામ ગુનામાં એક જ મોડસ ઓપરેન્ડીથી કૌભાંડ આચરવામાં આવ્યું છે. ગુજરાત વકફ બોર્ડના ખોટા પત્રો બનાવી કૌભાંડને અંજામ આપ્યો છે. વેચાણ અને ભાડા કરાર માટે નકલી પત્રો બનાવવામાં આવ્યા છે. વેચાણ અને ભાડા કરારની પરવાનગીના ખોટા પત્ર બનાવ્યા છે. 22 ડિસેમ્બર 2023થી 29 ઓગસ્ટ 2024 વચ્ચે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપીઓ અફસાનાબાનુ કાઝી જે વકફ બોર્ડની ક્લાર્ક હતી, તેને 6 કેસમાં મુકેશ જૈન કૌભાંડના 5 કેસમાં, ઈકબાલ ડેરૈયા કૌભાંડના 3 કેસમાં, ધનજી ડોબરિયા એક કેસમાં તેમજ હાજી અલી આદમ બંદુકવાલા પણ એક કેસમાં સંડોવણી બહાર આવી છે. 

જીતાલી તથા કોસમડી વકફ જમીન પ્રકરણમાં વધુ  જીતાલી ગામના એક ટ્રસ્ટીની બી ડિવિઝન પોલીસે મુંબઈ એરપોર્ટ ઉપર થી ધરપકડ કરી. ઝામ્બીયાથી પરિવાર સાથે ભારત આવી રહ્યા હતા. જેઓ સામે પાંચ જેટલા ગુનાઓ અંકલેશ્વર બી.ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા છે. અંકલેશ્વર નામદાર સેશન કોર્ટમાં રજૂ કરતા 2 દિવસનાં રિમાન્ડ મેળવ્યા. અંકલેશ્વર તાલુકાના જીતાલી તથા કોસમડી ગામમાં આવેલી વકફ જમીનોમાં વેચાણ તેમજ ભાડા કરાર બાબતે ખોટા દસ્તાવેજોના આધારે વકફ જમીનો વેચી મારવાના કૌભાંડમાં રોજ નવા નવા ફણગાઓ ફૂટી રહ્યા છે. જેમાં વકફ કચેરી ગાંધીનગર ખાતે ફરજ બજાવતી મહિલા અફસાના બાનુ મો.રફીક કાજીની પણ ધરપકડ કરવામાં આવેલ છે. જેવો સામે સાત જેટલા ગુનાઓ નોંધાયા છે પરંતુ હાલ તેના રિમાન્ડ પૂર્ણ થતા સબજેલ હેઠળ રાખવામાં આવી છે. 

તેમજ ઉપરોક્ત પ્રકરણમાં ઈકબાલ ઈશા દેરેયા નામનો ઈસમ પણ પોલીસ ધરપકડ કરી હતી. તેઓ સામે સાત જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હાલ સબજેલ હેઠળ છે. જોકે ઉપરોક્ત વકફ જમીન પ્રકરણમાં હાલ અંદાજે 12 જેટલા આરોપીની અંકલેશ્ર્વર પોલીસ દ્વારા ધરપકર કરવામાં આવી છે પરંતુ આ બનાવટી પત્ર ક્યાં બનાવાયો. વકફ કચેરીના સિક્કા ક્યાં બનાવાયા. સહી કોની છે. જેવો મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસ પાછી પડી રહી છે અને સ્થાનિક મીડિયાને આ બાબતે અંધારામાં રાખેલ હોય તેવું લાગી રહ્યું છે. 

હાલમાં જીતાલી ગામના ટ્રસ્ટી ઈસ્માઈલ પાંડોરની મુંબઈ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. જેઓ કાપોદ્રા ગામના વતની કે જેઓ કાપોદ્રા ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી પણ રહી ચૂકેલા છે એવા જુબેર લુલાતના સગા સસરા થાય છે. હવે એ જોવું રહ્યું કે પોલીસ તેઓના રિમાન્ડમાં શું બહાર લાવવા પામશે કે પછી અગાઉ જે રીતે આરોપીઓ જામીન ઉપર મુક્ત થયા છે તે જ રીતે આરોપી પણ જામીન ઉપર મુક્ત થશે જે હોય તે પરંતુ ઉપરોક્ત પ્રકરણમાં જે રીતે  બનાવટી પત્રો રજૂ કરવામાં આવ્યા છે તે અંગેના રહસ્યો હજુ સુધી પોલીસ બહાર લાવી શકે નથી... એ રહસ્ય કયારે ખૂલશે...?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news