ભુજના કોટડા ચકાર નજીકની કેમિકલ કંપનીમાં ભીષણ આગ, દુરદુર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા

ભુજ તાલુકાના કોટડા ચકાર ગામ નજીક આવેલી કંપનીમાં આજે બપોરે અચાનક ભીષણ આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. આગ એટલી વિકરાળ છે કે કલાકો વીતી જવા છતા કાબુમાં આવી શકી નથી. ઓછામાં પુરતા કલાકો બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 
ભુજના કોટડા ચકાર નજીકની કેમિકલ કંપનીમાં ભીષણ આગ, દુરદુર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા

ભુજ : ભુજ તાલુકાના કોટડા ચકાર ગામ નજીક આવેલી કંપનીમાં આજે બપોરે અચાનક ભીષણ આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. આગ એટલી વિકરાળ છે કે કલાકો વીતી જવા છતા કાબુમાં આવી શકી નથી. ઓછામાં પુરતા કલાકો બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 

કેમિકલ કંપનીમાં લાગેલી આગને પગલે આસપાસનાં ગામના લોકો પરેશાન થયા હતા. લોકોના ટોળેટોળા ત્યાં દોડી ગયા હતા. ભીષણ આગને પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે કંપનીની બેદરકારી સામે આવી હતી. કેમિકલ કંપની પાસે પુરતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા પણ નહી હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદ: ક્વોરન્ટાઇન સેન્ટરમાં દારૂની મહેફીલ, વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડતા ચોંકી ઉઠી
હાલ તો ધુમાડાના ગોટેગોટા જોવા મળતા આસપાસના ગામલોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફાયર વિભાગ દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી આરંભવામાં આવી છે. જો કે હાલ સ્થિતી કાબુમાં હોવાનું ફાયર વિભાગ જણાવી રહ્યું છે. ઉપરાંત વરસાદ પણ સતત ચાલુ હોવાનાં કારણે આગ પર ઝડપથી કાબુ આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news