માંગરોળ કોર્ટ દ્વારા મુસ્લિમ મહિલાના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો, સામે આવ્યો ઉદાહરણરૂપ કિસ્સો
સુરત જિલ્લાની માંગરોળ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. માંગરોળની મોસાલી ગામની સેહનાજ બાનું રંદેરા નામની મહિલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના દિવા ગામનાં ઇબ્રાહિમ યાકુબ બાણવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
Trending Photos
સંદીપ વસાવા/માંગરોળ: માંગરોળ કોર્ટ દ્વારા મુસ્લિમ મહિલા પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ સિરિયતને તાકી મુસ્લિમ મહિલા પતિથી તલાક આપાવ્યા છે. દેશમાં રહેતી મુસ્લિમ સમાજની મહિલા માટે ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો છે.
સુરત જિલ્લાની માંગરોળ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. માંગરોળની મોસાલી ગામની સેહનાજ બાનું રંદેરા નામની મહિલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જુના દિવા ગામનાં ઇબ્રાહિમ યાકુબ બાણવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. 2012 પ્રેમ લગ્ન કર્યા હતાં. લગ્ન દરમ્યાન તેઓને એક પુત્ર અવતર્યો. લગ્ન દરમ્યાન પણ ઇબ્રાહિમ તેની પત્નીએ માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો અને દહેજની માંગણી કરતો હતો.
2016 ઇબ્રાહિમ ઇબ્રાહિમ વિદેશ ચાલ્યો ગયો હતો અને તલાક પણ આપવાની ના પાડતો હતો અને તલાક માંગે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. અંતે સેહનાજ રંદેરાએ કોર્ટમાં વકીલ મારફતે કોર્ટમાં ઘા કર્યો હતો. વકીલ સોહેલ નૂર દ્વારા માંગરોળ કોર્ટમાં ડિવોર્સ પિટિશન બાબતે ધારદાર રજુઆત કરવામાં આવી હતી.
મુસ્લિમ સમાજના રીત રિવાજ અને સિરિયત મુજબનો પતિ પોતાની પત્ની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ ન રાખી ત્રણ વર્ષથી વધુ સમય દૂર રહે તો તે તેને તલાક ગણવામાં આવે છે. જેને તાકીને માંગરોળ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો મુશ્લિમ મહિલાના પક્ષમાં આપ્યો છે. એડવોકેટ સોહેલ નૂર વધુમાં જણાવ્યું હતું કે આ કેસમાં તેઓએ પણ અનેક સમાજિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે