ઓ તારી! આ એક ગુજરાતીના કારણે આ બે રાજ્યોમાં થાય છે બર્ડ સર્વે, ગાયક-વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના છે શોખીન
સુરત શહેરના જાણીતા ગાયક યતીન સંગોઈના ગુજરાતમાં રહીને જાણે છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેટલા અને કયા પ્રજાતિના પક્ષીઓ છે. એક ગુજરાતીના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વન વિભાગને ત્યાં પક્ષીઓની ગણતરી કરવામાં ખૂબ જ સહેલાઈ થઈ જાય છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેટલા પક્ષીઓ છે તે અંગેની માહિતી મેળવવા માટે એક ગુજરાતીની મદદ લેવામાં આવે છે. સુરત શહેરમાં રહેતા અને સંગીતના ક્ષેત્ર સાથે સંકળાયેલા યતીન સંગોઈના તસવીરો અને પક્ષીઓ અંગેની જાણકારીના કારણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વન વિભાગને અનેક પક્ષીઓ અંગે માહિતી મળે છે. જેથી તેઓ તેમની વસ્તી ગણતરી કરી શકે છે. યતીન એક ગાયક સાથે તેઓ ફોટોગ્રાફર પણ છે. જેથી જ્યારે પણ તેઓ અન્ય રાજ્યમાં પક્ષીઓ અંગેની માહિતી મેળવવા જાય છે ત્યારે તેમના દ્વારા લીધેલી તસવીરો પણ તે રાજ્યના વન વિભાગ માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે.
સુરત શહેરના જાણીતા ગાયક યતીન સંગોઈના ગુજરાતમાં રહીને જાણે છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેટલા અને કયા પ્રજાતિના પક્ષીઓ છે. એક ગુજરાતીના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વન વિભાગને ત્યાં પક્ષીઓની ગણતરી કરવામાં ખૂબ જ સહેલાઈ થઈ જાય છે. ખૂબ જ કઠિન પ્રક્રિયાથી પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. જયારે પણ આ બંને રાજ્યો બર્ડ સર્વેની વાત આવે તો ત્યાંના વન વિભાગ સુરતમાં રહેતા યતીન સંગોઇનો સંપર્ક કરે છે. મોટાભાગે નેશનલ પાર્કમાં આ સર્વે હાથ ધરાતો હોય છે. નેશનલ પાર્કમાં જાતજાતના પક્ષીઓ જોવા મળે છે અનેક એવા પણ પક્ષીઓ છે જે સામાન્ય વ્યક્તિ ક્યારેય પણ જોયા હશે નહીં.
યતીન સંગોઇએ જણાવ્યું હતું કે, કોરોના કાળ બાદથી જ તેઓ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાં થનાર બર્ડ સર્વેમાં પ્રતિનિધિ તરીકે જાય છે અને તેમની ટીમમાં સામેલ હોય છે. તેમની પાસે 6,000 થી પણ વધુ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી છે જ્યારે બર્ડ સર્વેમાં આજ દિન સુધી તેઓએ 600 થી પણ વધુ ફોટોગ્રાફી કરી છે જેમાંથી અઢીસો ખૂબ જ ભાગ્યે જ જોવામાં આવે તેવા પક્ષી છે અને એના માંથી પણ 30 થી 45 એવા પક્ષીઓ છે કે જે રેરેસ્ટ ઓફ ધ રેર જોવા મળે છે. મને વાઈટ લાઈફ ફોટોગ્રાફી નો શોખ છે અને છેલ્લા 20 વર્ષથી હું ફોટોગ્રાફી કરું છું.
તેઓએ જણાવ્યું હતું કે તેમને પક્ષીઓ અંગેની જાણકારી સારી છે અને ખાસ કરીને તેઓ ફોટોગ્રાફી પણ સારી રીતે કરે છે આ જ કારણ છે કે બંને રાજ્યોમાં થનાર બર્ડ સર્વેમાં વન વિભાગ દ્વારા તેમને બોલાવવામાં આવે છે. બર્ડ સર્વે ખૂબ જ કઠિન પ્રક્રિયા સાથે થાય છે સવારે અને રાત્રે બાર બાર કિલોમીટર ટ્રેકિંગ કરવામાં આવે છે અને રસ્તા વચ્ચે જે પણ પક્ષીઓ દેખાય તેની ફોટોગ્રાફી અને વિગતો લખવામાં આવતી હોય છે.
અનેક વાર આવા પક્ષીઓ પણ જોવા મળે છે જે અંગે માહિતી હોતી નથી ત્યારે અમે તેની માહિતી ઇન્ટરનેટ પરથી ફોટોના માધ્યમથી મેળવતા હોઈએ છીએ. તમામ પ્રકારની માહિતી અને ફોટો અમે ખાસ એપ્લિકેશન પર અપલોડ કરતા હોઈએ છીએ જેના કારણે બોર્ડ સર્વેની કામગીરી પૂર્ણ થાય છે અને આ ઇ -બર્ડ એપ્લિકેશન સરકારની હોય છે. સીઝનમાં ત્રણથી ચાર વખત બરડે સર્વે કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે