જામનગરની એમ.પી શાહ કોલેજમાં ભણી ગયેલા હજારો વિદ્યાર્થીઓનું ભવ્ય સંમેલન

જામનગરની એમ.પી શાહ કોલેજમાં ભણી ગયેલા હજારો વિદ્યાર્થીઓનું ભવ્ય સંમેલન

* જામનગરમાં દેશ વિદેશના 2 હજારથી વધુ ડોક્ટરોનો જામ્યો મેળાવડો
* આજથી ત્રણ દિવસ માટે મેગા રિ-યુનિયનનો ભવ્ય કાર્યક્રમ
* જામનગરની સરકારી એમ.પી.શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું મહાસંમેલન
* સતત ત્રણ દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમોનું ભવ્ય આયોજન
* સાંસદ પૂનમબેન માડમ સહિત મહાનુભાવો કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

મુસ્તાક દલ/જામનગર: સૌરાષ્ટ્રની પ્રથમ કક્ષાની અને ગુજરાતમાં બીજો ક્રમાંક ધરાવતી સરકારી એમ.પી શાહ મેડિકલ કોલેજની વર્ષ 1954 માં જામનગર ખાતે સ્થાપના કરવામાં આવી. ત્યારથી લઈ અત્યારે વર્ષ 2020 સુધી આ સરકારી કોલેજમાંથી તબીબી અભ્યાસ કર્યા બાદ દેશ વિદેશમાં સેવા આપતા બે હજારથી વધુ તબીબોનું મહાસંમેલન જામનગર ખાતે ત્રણ દિવસ માટે યોજવામાં આવ્યું છે. જેનો આજે વિવિધ કાર્યક્રમો સાથે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો.

જામનગરની સરકારી એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં વર્ષ 1954 થી અભ્યાસ કરતા અને જામનગર સહિત દેશ વિદેશમાં પણ હાલ ખૂબ મોટી નામના મેળવનાર દેશ અને વિદેશના તમામ તબીબો દ્વારા જામનગર ખાતે આજથી ત્રણ દિવસ માટે તબીબોની " મેગા રિ-યુનિયન"નો ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં જામનગરની સરકારી એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં વર્ષ 1954થી વર્ષ 2020 સુધી અભ્યાસ કરતા દેશ વિદેશના 2 હજારથી વધુ ડોક્ટરોનો ભવ્ય મેળાવડો જામયો છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમ સહિત મહાનુભાવોના હસ્તે તબીબોના મહાસંમેલન કાર્યક્રમને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો.

ખાસ કરીને દેશ વિદેશમાંથી પણ ભૂતપૂર્વ અને હાલના વિદ્યાર્થીઓ આ મેગા રિ-યુનિયનમાં ઉપસ્થિત રહ્યા છે. વિવિધ કાર્યક્રમોનું ત્રણ દિવસ માટે આયોજન પણ કરવામાં આવ્યું છે. જ્યારે ખાસ કરીને આ મેગા રિ-યુનિયન કાર્યક્રમથી લોકોને નવી સેવાઓનો લાભ પણ મળશે. એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં વધુ વિકાસની સુવિધા ઉભી કરવાનો પણ ફાયદો થશે. જ્યારે આવતીકાલે બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષલની એક સંગીત સંધ્યાના ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news