તમારી સાથે પણ થઈ શકે છે આવો કાંડ! આવાસના મકાનોમાં કોઈ લોન આપવાનું કહે તો ચેતજો, નહીં તો વાંચો આ કિસ્સો

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શિવમ આવાસ યોજનામાં ગઈકાલે બે મહિલાઓ મમતાબેન અને શોભાબેન લોકોને લોન આપવાના બહાને પહોંચ્યા હતા.. જ્યાં તેમણે લોકોના ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરી અને 5 લાખની હોમ લોન મળશે.

તમારી સાથે પણ થઈ શકે છે આવો કાંડ! આવાસના મકાનોમાં કોઈ લોન આપવાનું કહે તો ચેતજો, નહીં તો વાંચો આ કિસ્સો

ઉદય રંજન/અમદાવાદ: આવાસના મકાનોમાં રહેલા ગરીબ લોકોને લોન આપવાના બહાને ઠગાઈ કરતી મહીલા ગેંગ ઝડપાઈ છે. રામોલ પોલીસે બે મહિલાની ધરપકડ કરી છે. જે મહિલાઓ લોન આપવાના બહાને લોકો સાથે ઠગાઈ કરતા હતા. અને રમકડાની નોટો બોક્સમાં મુકી છેતરપિંડી કરતા હતા.. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે મહિલાની ધરપકડ કરી. જોકે અન્ય એક આરોપી ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી.

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શિવમ આવાસ યોજનામાં ગઈકાલે બે મહિલાઓ મમતાબેન અને શોભાબેન લોકોને લોન આપવાના બહાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોના ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરી અને 5 લાખની હોમ લોન મળશે તેવી વાતો કરતા હતાં.. ત્યાંજ ભોગબનનાર મહિલા પહોચી જતા બન્ને આરોપીને ઓળખી ગઈ હતી. જ્યાં આરોપીનો ભાંડો ફુટ્યો અને બન્ને મહિલાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. અને રામોલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.

ઝડપાયેલ બન્ને આરોપીની પુછપરછ અને તેમની મોડસ ઓપરેન્ડી પર નજર કરતા તેઓ ખાનગી ફાઈનાન્સ કંપનીના લોન માટે ફોર્મ ભરાવતા અને ભોગ બનનાર પાસેથી લોન ના ચાર્જ પેટે ટુકડે ટુકડે રૂપિયા પડાવતા હતા. ભોગ બનનાર સાથે પણ 60 હજારની છેતરપિડીં કરવામાં આવી હતી.. રૂપિયા મેળવ્યા બાદ આરોપી મહિલાએ નકલી નોટો એટલેકે રમકડાની નોટો ભરી 20 લાખની લોન મળી છે. તેમ કહી એક પેકેટ આપ્યુ હતુ.. જે જોતા છેતરપિંડી થઈ હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં બે મહિલાઓએ સંખ્યાબધ્ધ લોકો સાથે ઠગાઈ કરી હોવાનુ સામે આવ્યુ છે. સાથે જ આ ટોળકીનો અન્ય એક આરોપી નિલેશ મંડાલીયા ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાથે જ અન્ય ભોગ બનનાર સામે આવે અન્ય કોઈ ગુનો નોંધાય તેવી શક્યતાઓ છે. તેથી જ પોલીસે બન્ને મહિલાની ધરપકડ કરી. તેની ઓફિસ અને અન્ય ભોગ બનનાર ની શોધોખોળ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ નવા ખુલાસા થાય છે. તે જોવુ મહત્વનું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news