Elon Musk:ટેસ્લાના CEO એલોન મસ્ક ચીન જવાની તૈયારીમાં, લી કિઆંગ સાથે કરશે મુલાકાત!

Tesla CEO Elon Musk:ચીનના મિલિટરી કોમ્પ્લેક્સ અને ચીનમાં રાજકીય બેઠકના સ્થળે ટેસ્લા કાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, કંપની સેલ્ફ ડ્રાઇવિંગની સુવિધા માટે મંજૂરીની રાહ જોઈ રહી છે.
 

Elon Musk:ટેસ્લાના CEO એલોન મસ્ક ચીન જવાની તૈયારીમાં, લી કિઆંગ સાથે કરશે મુલાકાત!

Elon Musk Planning for Visit China:ટેસ્લાના સીઈઓ અને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક ચીનની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે. એલોન મસ્ક એપ્રિલમાં ચીનની મુલાકાત લઈ શકે છે અને ત્યાં ચીનના પ્રીમિયર લી કિઆંગને મળી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લી કિઆંગના શેડ્યૂલ પર મુલાકાતનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવશે.

અહેવાલ અનુસાર એલોન મસ્કની ચીન મુલાકાતની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. જો કે હજુ સુધી ટેસ્લા અને ચીન સ્ટેટ કાઉન્સિલ ઈન્ફોર્મેશન ઓફિસ તરફથી કંઈ આપવામાં આવ્યું નથી. અમેરિકા પછી ચીન ટેસ્લાનું બીજું સૌથી મોટું બજાર છે અને ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની શાંઘાઈમાં તેનો સૌથી મોટો ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે.

એલોન મસ્ક મહામારી બાદ પ્રથમ વખત ચીનની મુલાકાત લેશે
કોવિડ પછી એલોન મસ્કની આ પ્રથમ મુલાકાત હશે અને તે પણ એવા સમયે જ્યારે શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. માર્ચમાં લીના પ્રીમિયરશિપ પહેલાં, તેમણે શાંઘાઈના પાર્ટી સેક્રેટરી તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે ટેસ્લા ફેક્ટરીના બાંધકામ અને ઉદ્ઘાટનની દેખરેખ રાખી હતી. આ પહેલા ઈલોન મસ્ક 2020માં ચીનની મુલાકાતે ગયા હતા.

ઇલોન મસ્કની ચીનની મુલાકાત શા માટે મહત્વપૂર્ણ છે?
લી અને મસ્ક અગાઉ 2019માં શાંઘાઈ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મળ્યા હતા. એલોન મસ્કની આ મુલાકાત એટલા માટે મહત્વની છે કારણ કે કોવિડના ત્રણ વર્ષ બાદ ચીનની અર્થવ્યવસ્થા કથળેલી છે અને ચીન વિદેશી રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. લી તે પ્રયાસમાં મોખરે રહ્યા છે. 

શું ચર્ચા કરવામાં આવશે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈલોન મસ્ક અને લી વચ્ચે શું થઈ શકે છે તેની કોઈ માહિતી નથી. જો કે, ટેસ્લાને થયેલા નુકસાન અને શાંઘાઈ પ્લાન્ટને બમણા કરવાની યોજના વિશે વાત કરી શકાય છે.

ટેસ્લા આ સમસ્યાઓનો સામનો કરી રહી છે
ઇન-વ્હીકલ કેમેરા અંગેની ચિંતાઓ વચ્ચે ટેસ્લાની કારોને ચીનના લશ્કરી કમ્પાઉન્ડ અને રાજકીય બેઠકના સ્થળોમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કંપની હજુ પણ તેની સેલ્ફ ડ્રાઇવિંગ ટેક્નોલોજી ઓફર કરવા માટે બેઇજિંગની મંજૂરીની રાહ જોઈ રહી છે. બીજી તરફ ચીન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને જોતા ટેસ્લાના વેચાણ પર અસર પડી છે.
આ પણ વાંચો
ડાયાબિટીસના દર્દીએ રાત્રે સુતા પહેલા કરી લેવું આ કામ, બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
પૈસાની તંગીથી હોય પરેશાન તો અજમાવો એકવાર તુલસીના પાનનો આ ચમત્કારી ઉપાય

Gujarat Corona Update: કોરોનાના કેસમાં ઘટાડો, નવા 260 કેસ નોંધાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news