ડાયાબિટીસના દર્દીઓ આનંદો, આ ખેડૂતે ઉગાડ્યા એવા ચોખા કે ઇન્સ્યુલીન નહી લેવા પડે
ડાયાબિટીસનાં દર્દીઓ ન માત્ર હવે ચોખા ખાઇ શકે પરંતુ આ ચોખા ખાવાથી તેમણે ઇન્શ્યુલીનના ઇન્જેક્શન પણ નહી લેવા પડે, આ ખેડૂતે પ્રાપ્ત કરી અનોખી સિદ્ધી
Trending Photos
યોગીન દરજી/ખેડા : ખેડાના ખેડુતે કાળા ચોખા ઉગાવવાની અનોખી સિધ્ધી પ્રાપ્ત કરી છે. ડાયાબીટીસના અને વજન ઓછુ કરવા ઇચ્છતા લોકો માટે કાળા ચોખા (બ્લેક રાઇસ) આશીર્વાદ સમાન છે. ચોખાની ખેતી અત્યાર સુધી માત્ર મીઝોરમ જેવા પ્રદેશોમાં થતી હતી. પરંતુ ગુજરાતમાં સૌપ્રથમ ખેડાના સાંખેજ ગામના ખેડુતે કાળા ચોખાની સફળ ખેતી કરતા હવે ગુજરાતના લોકને પણ કાળા ચોખા મળી શકશે. અત્યાર સુધી સફેદ, ભુરા અને લાલ ચોખા જોયા હશે. પરંતુ શુ તમે કાળા ચોખા જોયા છે. કાળા ચોખાની ખેતી ખેડાના એક ખેડૂતે કરી છે. ખેડા તાલુકાના સાંખેજ ગામના શિવમ પટેલે આ અનોખી સિદ્ધી પ્રાપ્ત કરી છે. આમ તો શિવમ અમદાવાદ તાલુકાના બારેજાનો રહેવાસી છે. પરંતુ તેમની વારસાગત જમીન ખેડાના સાખેજ ગામે આવેલી છે. અભ્યાસમાં હોશિયાર શિવમે બીઇ. મિકેનીકલ એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો છે. પરંતુ પિતાની સાથે ખેતીમાં હાથ અમજાવતા વિશાલે એક દિવસ ઇન્ટરનેટ પર બ્લેક રાઇસ વિષે માહિતી મેળવી હતી. કાળા ચોખા જોવામાં અનોખા લાગે, પરંતુ માણસની તંદુરસ્તી માટે તે ખુબ જ ઉપયોગી છે.
શિવમના અનુસાર કાળા ચોખામાં વિપુલ માત્રામાં ઇન્સયુલીન હોય છે. જે ડાયાબીટીસના દર્દી માટે આશીર્વાદ રૂપ સાબિત થાય છે. ડાયાબીટીસના દર્દી ડાયાબીટીસને કાબુમાં રાખવા ઇન્સયુલીનના ઇન્જેક્શન લેતા હોય છે, પરંતુ અહી તેમણે કોઇ ઇન્જેક્શન લેવાની નહી પરંતુ કાળા ચોખાની વાનગી ખાવાથી જ ડાયાબીટીસ કાબુમાં રહે છે. આ ઉપરાંત ડાયાબીટીસનાં દર્દી સામાન્ય રીતે ચોખા નથી ખાઇ શકતા તેવી સ્થિતીમાં તેમને ન માત્ર ચોખા ખાવા મળશે પરંતુ સાથે સાથે ઇન્સ્યુલીન પણ નહી લેવું પડે. બીજુ કે રેગ્યુલર ચોખા ખાવાથી માણસનું વજન વધે છે, જ્યારે કાળા ચોખા આરોગવાથી માણસનું વજન વધતુ નથી. જેના કારણે પણ દર્દીને કાળા ચોખા આરોગવાની સલાહ આપતા હોય છે.
પોતાના વિશે જણાવતા શિવમે કહ્યું કે, હું ખેતીમાં અવનવુ કરવા માટે ઓનલાઇન વીડિયો જોવા અને શીખતો રહુ છું. જેમાં મે બ્લેક રાઇસ વિષે જોયુ હતુ. અને તેનો અભ્યાસ કરી પછુ તેની માહીતી એકત્ર કરી તેનુ ખાતર મંગાવી મારા ખેતરમાં કર્યા છે. અત્યારે મે પહેલીવાર 3 વિઘામાં ઓર્ગેનીક રાઇસ કર્યા છે. એક વિઘામાં 45 થી 50 મણનો અંદાજ છે. હાલ ગુજરાતમાં તેનું પ્રોપર માર્કેટ નથી, પરંતુ મારા રાઇસનું મને 200 રૂ. કીલો મળશે તેવો અંદાજ છે. આ રાઇસ સામાન્ય રીતે વાઇટ રાઇસ કરતા સારા છે. વાઇટ રાઇસ કરતા સારા ન્યુટ્રીસીયન બ્લેક રાઇસમાં હોય છે. જેવા કે ઇન્સયુલીન એટલેકે ડાયાબીટીસ માટે ગુણકારી છે. આ રાઇસથી મેદસ્વીતા પણ આવતી નથી, અને ડોક્ટર પણ તે ખાવા સલાહ આપે છે.
કાળા ચોખા એ ગુજરાતનું ઉત્પાદન નથી, તેથી જ્યારે શિવમે તેના પીતાને કળા ચોખાની ખેતી કરવાનું કહેતા પહેલા તો તેના પિતાએ તેને ઇન્કાર કરી દીધો હતો. જો કે બાદમાં તેઓ તૈયાર થયા હતા. શિવમને નવી ખેતીનો પ્રયોગ કરવાની છુટ આપી હતી. જોકે શિવમની મહેનત પર કેટલાક અંશે કમોસમી વાવાજોડાએ પણ પાણી ફેરવી નાખ્યુ હતુ. અને શિવમને ખેતીમાં ઘણું નુકશાન ગયુ છે. પરંતુ આવતા વર્ષે ફરીથી તેઓ કાળા ચોખાની ખેતી કરવા મકક્મ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે