તમારું બાળક ભણે છે એ સ્કૂલમાં આ વૃક્ષ હોય તો ચેતજો, અમદાવાદની બાળકીને થઈ વૃક્ષથી એલર્જી

સાણંદમાં રહેતા દરજી પરિવારની ત્રણ વર્ષની બાળકીને કોનોકાર્પસને કારણે એલર્જી થઈ. જેના કારણે આ બાળકીને છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી. ધ્રુવા નામની બાળકીને જ્યારે એલર્જી થઈ ત્યારપછી તે બીમાર થવા લાગી.

તમારું બાળક ભણે છે એ સ્કૂલમાં આ વૃક્ષ હોય તો ચેતજો, અમદાવાદની બાળકીને થઈ વૃક્ષથી એલર્જી

ઝી બ્યુરો/અમદાવાદ: પ્રકૃતિમાં એવું પહેલું વૃક્ષ જે તેનાથી થતાં નુકસાનથી ચર્ચામાં રહે છે. વાત છે કોનોકાર્પસ વૃક્ષની. આ વૃક્ષ વિશે સામે આવ્યું કે તેનાથી જાતભાતની સમસ્યા સર્જાય છે, ત્યારથી આ સતત ચર્ચામાં રહે છે. અમદાવાદના સાણંદમાં આ વૃક્ષનો એક પરિવારને માઠો અનુભવ થયો છે. કોનોકાર્પસથી શું થઈ અસર? પરિવારજનો પર શું થઈ અસર?

કોનોકાર્પસ આ એક એવું વૃક્ષ છે જે હાલ સૌથી વધારે બદનામ છે. સામાન્ય રીતે આપણે વૃક્ષારોપણની વાતો કરતા હોઈએ છીએ, અનેક જગ્યાએ વૃક્ષો પણ વાવતા હોઈએ છીએ. પરંતુ કોનોકાર્પસ એક એવું વૃક્ષ છે જ્યાં તે ઉગ્યું ત્યાંથી તેને હટાવવાની ચર્ચા વધારે થાય છે. કારણ કે આ વૃક્ષથી ફાયદો તો દૂર પરંતુ નુકસાન થાય છે. ગુજરાતમાં અનેક જગ્યાએ આ વૃક્ષ જોવા મળે છે. પરંતુ તેનાથી નુકસાનની વાત હવે તો સરકારે પણ કરી દીધી છે. જો કે અત્યાર સુધી એવી તેનાથી થતાં નુકસાનની કોઈ સીધી ઘટના સામે આવી નહતી. પરંતુ પહેલી વખત અમદાવાદના સાણંદમાં રહેતા દરજી પરિવારને કોનોકાર્પસનો માઠો અનુભવ થયો છે. 

કોનોકાર્પસથી રહેજો સાવધાન!

  • કોનોકાર્પસ વૃક્ષથી ફાયદો નહીં થાય છે નુકસાન
  • સરકારે પણ પરિપત્ર કરી આપી છે ચેતવણી
  • સાણંદના દરજી પરિવારને થયો માઠો અનુભવ
  • 3 વર્ષની બાળકી કોનોકાર્પસથી થઈ બીમાર
  • બાળકીને એલર્જી થતાં લેવી પડી રહી છે સારવાર 

નડિયાદ સંતરામ મંદિરમાં દિવ્ય સાકર વર્ષા થઈ; શું તમને ખબર છે દરવર્ષે કેમ કરાય છે?

સાણંદમાં રહેતા દરજી પરિવારની ત્રણ વર્ષની બાળકીને કોનોકાર્પસને કારણે એલર્જી થઈ. જેના કારણે આ બાળકીને છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી. ધ્રુવા નામની બાળકીને જ્યારે એલર્જી થઈ ત્યારપછી તે બીમાર થવા લાગી. માતા-પિતાએ હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરાવી. પરંતુ તેની બીમારી મટતી ન હતી. સંશોધન બાદ સામે આવ્યું કે બાળકીને એલર્જીનું કારણ કોનોકાર્પસ સામે આવ્યું. બાળકીને કોનોકાર્પસથી શરદી અને કફની સતત સમસ્યા રહેતી હતી. 

રાજ્ય સરકારે પણ કોનોકાર્પસથી થતાં નુકસાન મામલે સપ્ટેમ્બર 2023માં એક પરિપત્ર જાહેર કર્યો હતો. પરંતુ રાજ્ય અને અમદાવાદમાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં કોનોકાર્પસ વૃક્ષ હજુ હયાત છે. તંત્ર આ વૃક્ષને દૂર કરવામાં કોઈ જ રસ લઈ રહ્યું નથી. ત્યારે હવે અનેક લોકો જાહેર રોડ કે રહેણાંક વિસ્તારમાંથી કોનોકાર્પસને દૂર કરવાની માંગણી કરી રહ્યા છે. સાણંદની બાળકી જ્યાં રહે છે ત્યાં અને તે જે સ્કૂલમાં ભણે છે તે સ્કૂલમાં કોનોકાર્પસનું વૃક્ષ છે. તેના કારણે જ તેને એલર્જી થઈ છે. ત્યારે તેના માતા-પિતાએ બાળકીની સ્કૂલ પણ બદલવાાનો નિર્ણય કર્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news