મોબાઇલમાં પણ એક કા ડબલ કૌભાંડ, જો લોનથી મોબાઇલ ખરીદેલો હોય તો સાવધાન !
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક એવા મોબાઇલ શોપ માલિકને પકડ્યો છે. જેણે અત્યાર સુધી 12 વ્યક્તિઓના નામે લોન કરાવી મોંઘાદાટ મોબાઈલ ફોન મેળવી બારોબાર વેચી નાખ્યા હતા. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં વલ્ડ ઓફ મોબાઈલ નામથી દુકાન ચલાવતો મોહમ્મદ એઝાઝ પોતાના દુકાને આવતા ગ્રાહકોને પહેલા IDFC બેંકની લોન પર મોબાઇલ ખરીદી કરાવતો. આ મોબાઈલ ખરીદનાર લોન ધારકની તમામ માહિતી મોહમ્મદ શેખ પોતાની પાસે રાખતો. ત્યારબાદ બેંકના આઈડી આધારે વિજય સેલ્સમાંથી ઓનલાઇન મોબાઇલની ખરીદી કરતો.
જોકે આ અંગે સમગ્ર હકીકત ત્યારે બહાર આવી જ્યારે એક ફરિયાદીને મોહમ્મદ એઝાઝે બનાવટી નામથી ફોન કરી બેન્કમાંથી બોલે છે અને લોન અંગેનું કામ હોવાનું કહી OTP મેળવવા માટે ફોન કર્યો હતો. જોકે ફરિયાદીને શંકા જતા પોલીસ ફરિયાદ કરી હતી. આ દરમિયાન મોહમ્મદ એઝાઝ મુસ્લિમ લોકોને જ ટાર્ગેટ કરતો. જેથી કરી પોતે એક જ સમાજના હોય તેઓ ભરોસો અપાવી વિશ્વાસ કેળવીને કેટલીક વખત OTP પણ મેળવી લેતો હતો.
આરોપી મોહંમદ એઝાઝે થોડા સમયમાં જ બાર વ્યક્તિઓના લોન એકાઉન્ટ કરાવી આપી તેમના જ એકાઉન્ટમાંથી 9 આઈફોન ,2 વન પ્લસ મોબાઇલ, અને એક વીવો કંપનીનો મોબાઇલ ખરીદી કરી વેચી ચુક્યો હતો. આમ 7.59 લાખથી વધુની છેતરપિંડી બદલ અમદાવાદ સાયબર ક્રાઇમે તેની ધરપકડ કરી છે. આ બનાવ પરથી લોન પર મોબાઈલ ખરીદતા ગ્રાહકોને ચોક્કસથી ચેતવાની જરૂર છે નહીં તો ક્યારેક તેનો ભોગ પણ બની શકો છો. પછી એક મોબાઈલની ખરીદીના પગલે બબ્બે મોબાઈલ ના હપ્તા ભરવા પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે